
કાશ્મીરના મદરેસામાં ભણાવાય છે આતંકવાદ: સાક્ષી મહારાજ
સાક્ષી મહારાજે જણાવ્યું કે જમ્મુ અને કાશ્મીરમાં કેટલાગ લોકો તિરંગો નથી લહેરાવતા. લીલા રંગનો ધ્વજ ફરકાવે છે. રાષ્ટ્રીય તહેવારોમાં રાષ્ટ્રીય ગીત પણ નથી ગાતા. સેનાનો વિરોધ કરે છે. આજે પૂરની આપદામાં સેનાના જવાનો તેમના જીવ બચાવવામાં લાગ્યા છે, પરંતુ તેમની પર પત્થરો ફેંકવામાં આવી રહ્યા છે. ત્યાંના મદરેસામાં આતંકવાદનું શિક્ષણ આપવામાં આવે છે.
અયોધ્યામાં રામ મંદિરના મુદ્દા પર તેમણે જણાવ્યું કે ત્યાં નિર્માણ થઇને રહેશે. આ જ ભાજપનો એજન્ડા છે.
દારૂલ ઉલૂમે આપ્યો જવાબ:
ભાજપ સાંસદ સાક્ષી મહારાજ દ્વારા મદરેસામાં આતંકવાદનું શિક્ષણ આપવા અને સ્વતંત્રતા દિવસ પર રાષ્ટ્રીય ધ્વજ નહીં ફરકાવવા સંબંધી નિવેદન પર દારૂલ ઉલૂમ દેવબંદ સહિત ઘણા ઉલેમાએ કડક પ્રતિક્રિયા વ્યક્ત કરી છે. ઉલેમાએ જણાવ્યું છે કે મદરેસા શાંતિપ્રિય નાગરિક પેદા કરે છે. આ પ્રકારનું નિવેદન આપનારાઓની સામે સરકારે કડક કાર્યવાહી કરવી જોઇએ.
વિશ્વવિખ્યાત ઇસ્લામિક શિક્ષણ સંસ્થા દારુલ ઉલૂમના મોહતમિમ મૌલાના અબુલ કાસિમ નૌમાનીએ કનૌજમાં સાક્ષી મહારાજ દ્વારા આપવામાં આવેલા નિવેદન પર નારાજગી વ્યક્ત કરી છે. જણાવ્યુ કે મદરેસામાં આતંકવાદ નહીં પરંતુ માનવતાવાદનું શિક્ષણ આપવામાં આવે છે.