શત્રુઘ્ન સિન્હા એ નરેન્દ્ર મોદી પર કર્યા જોરદાર હુમલા

Posted By:
Subscribe to Oneindia News

ભારતીય જનતા પાર્ટીના સાંસદ શત્રુઘ્ન સિન્હા એ નીરવ મોદી મામલે પોતાની જ પાર્ટી પર જોરદાર હુમલા કર્યા છે. શત્રુઘ્ન સિન્હા એ ટવિટ કરીને જણાવ્યું કે જે રીતે મોટા ઉદ્યોગ બંધ થઇ રહ્યા અથવા ભાગી રહ્યા છે. તેવામાં ખાલી ઈમાનદાર પકોડા વેચનાર જ રહી જશે. સલાહ છે કે કોઈ પણ દિવસ નાની લોન ના લો. હંમેશા હજાર કરોડ રૂપિયા લોન લો. જેનાથી ઘણા શક્તિશાળી લોકો તમારી પાછળ રહશે અને તમને બચાવશે. તેમને વધુ એક ટવિટ કરીને લખ્યું કે સરકારે એવું સુનિશ્ચિત કર્યું છે કે દરેક ગરીબ અને મધ્યમ વર્ગ ભારતીય લાંબી લાઈનમાં લાગે, પૈસા જમા કરાવે અને પોતાની આખી જન્મ કુંડળી આપે. સરકારે એવું પણ સુનિશ્ચિત કર્યું છે કે દરેક ગરીબ અને મધ્યમ વર્ગ ભારતીયના પૈસા કોઈ પણ કુંડળી વિના વિદેશ લઇ જવામાં આવશે.

ફોટો મામલે પણ નિશાનામાં લીધા હતા

ફોટો મામલે પણ નિશાનામાં લીધા હતા

આ પહેલા પણ શત્રુઘ્ન સિન્હાએ નીરવ મોદી સાથે પીએમ મોદીની તસ્વીર મામલે પ્રધાનમંત્રી કાર્યાલયને નિશાના પર લીધા હતા. તેમને આરોપી નીરવ મોદી અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે દાવોસ માં એક મંચ પર હોવા પર સવાલ કર્યા હતા.

સોશ્યિલ મીડિયા પર લખ્યું

સોશ્યિલ મીડિયા પર લખ્યું

શત્રુઘ્ન સિન્હાએ સોશ્યિલ મીડિયા પર લખ્યું હતું કે ઘણા સરકારી કાર્યક્રમોમાં મને અને સાથે ઘણા લોકોને પીએમ સાથે મંચ પર બેસવાની પરવાનગી નથી કારણકે પીએમઓ ઘ્વારા લિસ્ટમાં નામ નથી. હવે મંત્રાયલ કહે છે કે નીરવ મોદી ને દાવોસ માટે નિમંત્રણ આપવામાં આવ્યું નથી. પરંતુ તે મંચ પર હાજર હતા તો શુ પીએમઓ તે સમયે સુઈ રહ્યું હતું.

સાવકા દીકરા જેવો વ્યવહાર

સાવકા દીકરા જેવો વ્યવહાર

આ પહેલા પણ શત્રુઘ્ન સિન્હા એ કહ્યું હતું કે ભારતીય જનતા પાર્ટી તેમની સાથે સાવકા દીકરા જેવો વ્યવહાર કરી રહી છે.

English summary
BJP mp shatrughan sinha comments on nirav modi pnb scam.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.