For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભાજપની નવી લિસ્ટમાં, ઘણા વર્તમાન સાંસદોની ટિકિટ કપાઈ, જાણો આગળ

મંગળવારે ભાજપે આગામી લોકસભાની ચૂંટણી માટે ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી હતી. યૂપીના સુલતાનપુરથી મેનકા ગાંધીને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે.

|
Google Oneindia Gujarati News

મંગળવારે ભાજપે આગામી લોકસભાની ચૂંટણી માટે ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી હતી. યૂપીના સુલતાનપુરથી મેનકા ગાંધીને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. તો કાનપુરથી ભાજપના વરિષ્ઠ નેતા મુરલી મનોહરની ટિકિટ કાપી નાખવામાં આવી છે. આ લિસ્ટમાં યૂપી સરકારની કેબિનેટ મંત્રી રીતા બહુગુણા જોશી, કેન્દ્રીય મંત્રી મનોજ સિન્હા, ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી રામશંકર કઠેરિયા સહિત કેટલાક પ્રમુખ ઉમેદવારોના નામ સામેલ કરવામાં આવ્યા છે. આ બેઠકમાં, ઘણા વર્તમાન સાંસદોની બેઠકોની અદલા-બદલી કરવામાં આવી છે.

આ પણ વાંચો: નીતિ આયોગના ઉપાધ્યક્ષે રાહુલ ગાંધી પર ઉઠાવ્યો સવાલ, ECએ મોકલી નોટિસ

ઘણા સાંસદોની બેઠકો બદલાઈ ગઈ

ઘણા સાંસદોની બેઠકો બદલાઈ ગઈ

જો યુપીની પિલિભિત અને સુલતાનપુર લોકસભાની બેઠકોની વાત કરીએ તો આ બંને બેઠકો મેનકા ગાંધી અને વરુણ ગાંધીની પરંપરાગત બેઠકો છે. પરંતુ પક્ષે આ બેઠકોની અદલા-બદલી કરી દીધી છે. હાલમાં સુલતાનપુરના સાંસદ વરુણ ગાંધી હવે તેમની માતા મેનકા ગાંધીની પીલીભિત બેઠક પરથી ચૂંટણી લડશે, અને મેનકા વરૂણની બેઠક પર લોકસભાની ચૂંટણી લડશે. આગરા સાંસદ રામશંકર કેથેરિયાને હવે ઇટાવા બેઠકથી ચૂંટણી લડશે. આ ઉપરાંત બીજેપીએ યૂપીના ભડોહી લોકસભા મતક્ષેત્રના હાલના સાંસદ વિરેન્દ્ર સિંહ મસ્તને આ વખતે બલિયા બેઠકના

5 હાલના સાંસદોની ટિકિટ કાપી

5 હાલના સાંસદોની ટિકિટ કાપી

પાર્ટીએ 10 મી સૂચિમાં 5 વર્તમાન સાંસદોની ટિકિટ કાપી છે. તેમાં કાનપુરથી મુરલી મનોહર જોશી, રામપુરથી ડો. નૈપાલ સિંહ, બારબંકીથી પ્રિયંકા સિંહ રાવત, ઇટાવાથી અશોક દોહરે અને બાલિયાથી ભારત સિંહ સામેલ છે. સત્યદેવ પાચૌરીને કાનપુરના મુરલી મનોહર જોશીની જગ્યાએ ટિકિટ મળી. તો પક્ષે કુશીનગરના વર્તમાન સાંસદ રાજેશ પાંડેની ટિકિટ કાપી છે. પક્ષે કુશીનગરની વિજય દુબેને ટિકિટ આપી છે. ભાજપમાં જોડાયેલા જયા પ્રદાને રામપુરથી ટિકિટ આપવામાં આવી છે.

આ લોકોને પાર્ટીએ આપી ટિકિટ

આ લોકોને પાર્ટીએ આપી ટિકિટ

કૌસાંબીથી વિનોદ સોનકાર, બસ્તીથી હરીશચંદ્ર દ્વિવેદી, કાનપુર બેઠકથી સત્યદેવ પચૌરી, કુશીનગરથી વિજય દુબે, બાસગાંવથી કમલેશ પાસવાન, સલેમપુરથી રવિન્દ્ર કુશવાહા, ડુમરિયાગંજથી જગદંબિકા પાલ, ગોંડાથી કિર્તીવર્ધન સિંહ, શ્રાવસ્તીથી દદ્દન મિશ્રા, બહરાઇચથી અક્ષયવર લાલ ગૌર, બારાબંકીથી ઉપેન્દ્ર રાવત, કનૌજથી સુબ્રત પાઠક, ધૌરહરાથી રેખા વર્મા, ફરુખાબાદથી મુકેશ રાજપૂત, મહારાજગંજથી પંકજ ચૌધરીને ટિકિટ આપવામાં આવી છે. આ યાદીમાં બીજેપીએ 17 હાલના સાંસદોને ફરીથી ટિકિટ આપી છે.

English summary
bjp on Tuesday released its tenth list of candidates for the Lok Sabha elections
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X