For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભાજપનું મિશન 2019: આજથી પદયાત્રા શરૂ કરી

ભાજપનું મિશન 2019: આજથી પદયાત્રા શરૂ કરી

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ આગામી લોકસભા ચૂંટણી દરમિયાન વર્ષ 2014ની સફળતાનું પુનરાવર્તન કરવા ભાજપ ગામ-ગામ સુધી જઈ અભ્યાન શરૂ કરવા જઈ રહ્યો છે. લોકસભા ચૂંટણીને જોતા પાર્ટી એક ડિસેમ્બરથી ઉત્તર પ્રદેશ, ઝારખંડ અને બિહારના 400થી વધુ વિધાનસભા ક્ષેત્રોમાં પદયાત્રા શરૂ કરવા જઈ રહી છે. ભાજપે આ અભિયાન માટે 'પહલે હમ ગાંવ-ગાંવ ચલે, અબ પાંવ-પાંવ ચલેંગે'નો નારો પણ આપ્યો છે.

400થી વધુ વિધાનસભા ક્ષેત્રોમાં પદયાત્રા કરશે

400થી વધુ વિધાનસભા ક્ષેત્રોમાં પદયાત્રા કરશે

2019ની લોકસભા ચૂંટણીમાં ગ્રામીણ ક્ષેત્રો પર ભાજપ ખાસ જોર આપી રહ્યું છે. માટે પદયાત્રા દરમિયાન ભાજપના કાર્યકર્તાઓ અને નેતાઓ ઘરે-ઘરે જઈને લોકોનો સંપર્ક કરશે અને મોદી સરકારના કાર્યો જણાવવાનું કામ કરશે. આ પદયાત્રા દરમિયાન દરેક વિધાનસભામાં 150 કાર્યકર્તાઓને ચિહ્નિત કરી એમની 6-6 ટોળકીઓ બનાવવામાં આવશે. પ્રત્યેક ટોળીમાં 25 કાર્યકર્તા રહેશે અને તેઓ દરેક ગામના પ્રત્યેક બૂથ પર જશે.

ભાજપના કાર્યકર્તા વિવિધ યોજનાઓના લાભાર્થિઓ સથે સંપર્ક કરશે

ભાજપના કાર્યકર્તા વિવિધ યોજનાઓના લાભાર્થિઓ સથે સંપર્ક કરશે

ઉત્તર પ્રદેશમાં ભાજપના કાર્યકર્તા મોદી સરકાર અને યોગી સરકારની યોજનાઓના લાભાર્થીઓનો સંપર્ક કરશે. પદયાત્રા દરમિયાન સરકારના કેટલાય મંત્રી, ધારાસભ્યો અને કાર્યકર્તા વિવિધ ગામમાં જઈ લોકોનો સંપર્ક કરશે. આ લોકો લોકસભા ચૂંટણી દરમિયાન ફરી એકવાર ભાજપને જીત અપાવવા માટે અપીલ કરશે.

લોકસભા ચૂંટણીને જોતાં ભાજપનું જનસંપર્ક અભિયાન તેજ

લોકસભા ચૂંટણીને જોતાં ભાજપનું જનસંપર્ક અભિયાન તેજ

ઉત્તર પ્રદેશમાં આ પદયાત્રા 1થી 15 ડિસેમ્બર સુધી આયોજિત કરવામાં આવશે. અહેવાલ છે કે લોકસભા ચૂંટણીની તૈયારીઓના આગલા ચરણમાં પાર્ટી કમળ વિકાસ જ્યોતિ અભિયાન ચલાવશે. સાથે જ કમળ સંદેશ બાઈક રેલી દ્વારા કાર્યકર્તાઓને એકજુટ કરવ અને ગ્રામીણ વિસ્તારોમાં સંપર્ક વધારવા પર પણ જોર આપશે. આગામી ચૂંટણીને જોતા સરકારી યોજનાઓના લાભાર્થિઓનો સંપર્ક કરવા માટે વિવિધ વિસ્તારોમાં ભાજપના કાર્યકર્તાઓની ટોળકી જશે.

હવે મોદી મંત્રીએ જણાવી હનુમાનની જાતિ, ‘દલિત નહિ આર્ય હતા બજરંગબલી'હવે મોદી મંત્રીએ જણાવી હનુમાનની જાતિ, ‘દલિત નહિ આર્ય હતા બજરંગબલી'

English summary
bjp padyatra in more than 400 assembly seats for loksabha elections 2019
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X