ગુજરાતમાં વંશવાદ વિરુદ્ધ જનાદેશ: અમિત શાહ

Written By:
Subscribe to Oneindia News

સોમવારે ગુજરાત અને હિમાચલ પ્રદેશમાં સોમવારે મત ગણતરી થઇ હતી અને ત્યાર બાદ સાંજે 5 વાગે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે પત્રકાર પરિષદનું સંબોધન કર્યું હતું. હાલ બંને રાજ્યોમાં ભાજપની જીત નક્કી છે ત્યારે અમિત શાહે ગુજરાત અને હિમાચલ પ્રદેશની પ્રજાનો આભાર માન્યો હતો. તેમણે કહ્યું હતું કે, આ ભાજપના કરોડો કાર્યકર્તાઓની મહેનતની જીત છે. ગુજરાતની વિકાસ યાત્રા યથાવત રહેશે. ગુજરાતની જનતાએ પીએમ પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે. આ વડાપ્રધાનની નીતિઓની જીત છે. હિમાચલ પ્રદેશમાં પણ 2/3ની લીડ દર્શાવે છે કે, તેઓ પીએમ મોદીની વિકાસ યાત્રાનો ભાગ બનવા માંગે છે. આ સાથે જ દેશમાં 14 રાજ્યોમાં ભાજપની અને પાંચ રાજ્યોમાં એનડીએની સરકાર છે. આ ગુજરાતમાં વંશવાદ વિરુદ્ધ જનાદેશ છે.

amit shah

તેમણે આગળ કહ્યું કે, કોંગ્રેસે આઉટ સોર્સિંગ કરી જે ચૂંટણી જીતવાના પ્રયત્નો કર્યા એ નિષ્ફળ રહ્યા છે. તેમણે ખોટી રીતનો અને નીચલી કક્ષાનો પ્રચાર કર્યો, પીએમ અંગે અપમાનજનક શબ્દોનો ઉપયોગ કર્યો. તેઓ મુખ્ય મુદ્દાઓને બાજુએ મુકી વંશવાદ અને જાતિવાદના જોરે ચૂંટણી જીતવાનો પ્રયત્ન કરી રહ્યાં હતા, જેમાં તેમને નિષ્ફળતા મળી છે અને ફરી એકવાર ગુજરાતમાં ભાજપ સરકાર બનાવવા જઇ રહી છે. કોંગ્રેસના તમામ મોટા નેતાઓ શક્તિસિંહ ગોહિલ, અર્જુન મોઢવાડિયા, તૃષાર ચૌધરી, સિદ્ધાર્થ પટેલની હાર થઇ છે. ગુજરાતની પ્રજાએ પોતાનો જનાદેશ આપ્યો છે.

English summary
BJP president Amit Shah addressed press conference on Monday afternoon.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.