જો શિંદેને નહીં હટાવાય તો સંસદમાં પણ થશે આંદોલન : બીજેપી

rajnathsingh-sushma
નવી દિલ્હી, 24 જાન્યુઆરી: કોંગ્રેસની ચિંતન શિબિરમાં ભગવા આતંકવાદને કેન્દ્રમાં રાખી આરએસએસ અને બીજેપી પર પ્રહારો કરનારા કેન્દ્રીય ગૃહમંત્રી સુશીલ કુમાર શિંદે સામે વિરોધોનો જુવાળ ફાટી નિકળ્યો છે. આજે ચંદીગઢથી લઇને દેશભરના તમામ શહેરમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા ભારે વિરોધપ્રદર્શન યોજાયા હતા. ભારતીય જનતા પાર્ટી તરફથી જ્યાં સુધી સોનિયા ગાંધી અને મનમોહનસિંહ તેમજ શિંદે તરફથી માફી નહી માંગવામાં આવે ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવાની ધમકી આપી છે.

ભારતીય જનતા પાર્ટીએ જાહેરાત કરી છે કે જ્યા સુધી કેન્દ્રીય ગૃહમંત્રી સુશીલ કુમાર શિંદેએ આપેલા ભગવા આતંકવાદ પર આપેલા નિવેદન માટે જ્યાં સુધી બર્ખાસ્ત નહી કરવામાં આવે ત્યાં સુધી રસ્તાઓથી લઇને સંસદ સુધી આંદોલન જારી રહેશે.

શિંદેએ રાષ્ટ્રીય સ્વયંમ સેવક સંઘ અને ભાજપના શિબિરોમાં હિન્દુ આતંકવાદ ફેલાવવા અંગે કરેલા નિવેદનના વિરોધમાં રાષ્ટ્રવ્યાપી આંદોલન કરવામાં આવી રહ્યા છે. જેના સંબંધમાં લોકસભામાં વિપક્ષની નેતા સુષમા સ્વરાજે કડક વલણ અપનાવતા જણાવ્યું કે જ્યાં સુધી ગૃહમંત્રીને સરકારમાંથી બર્ખાસ્ત નહી કરવામાં આવે ત્યાં સુધી ભારતીય જનતા પાર્ટી ચૂપ બેસશે નહીં. તેમણે જણાવ્યું કે શિંદેજી રાજનીતિ કરો જ્યાં તમારી પાર્ટીનું હિત થાય, રાજનીતિ ત્યાં સુધી કરયો જ્યાં અમારી પાર્ટીનું અહિત થાય પણ એવી રાજનીતિ ના કરો જેના થકી દેશનું અહિત થાય.

પાર્ટીના નવા અધ્યક્ષ રાજનાથસિંહે ધમકીભર્યા શબ્દોમાં જણાવ્યું કે શિંદે રાજીનામું નહી આપ્યું તો તેમની પાર્ટી સંસદની કાર્યવાહી થવા દેશે નહીં. તેમણે કોંગ્રેસની આ રણનીતિને વોટબેંકની રાજનીતિ ગણાવી પહેલીવાર અધ્યક્ષીય પ્રવચન આપતા જણાવ્યું કે શિંદેના નિવેદને આંતરરાષ્ટ્રીય સ્તરે દેશની શાખ બગડી છે, માટે જ્યાં સુધી પાર્ટી અધ્યક્ષ સોનિયા ગાંધી અને મનમોહનસિંહ માફી નહી માંગે અને શિંદેને મંત્રીમંડળમાંથી બર્ખાસ્ત નહી કરે ત્યાંસુધી ભાજપ આંદોલન કરતી રહેશે.

સિંહે જણાવ્યું કે હાલમાં સંસદનું સત્ર નથી ચાલી રહ્યું માટે ભાજપ માર્ગો પર પોતાનું આંદોલન ચલાવી રહ્યું છે. જે દિવસે સંસદ શરૂ થશે ત્યારે ભાજપ બંને ગૃહોમાં એવી સ્થિતિ પેદા કરશે કે પ્રધાનમંત્રીને ગૃહમંત્રીને બર્ખાસ્ત કરવા પડશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X