For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભાજપ આજે 100 ઉમેદવારોની પહેલી યાદી જાહેર કરી શકે, આ સીટ પર થઈ શકે ફેસલો

ભાજપ આજે 100 ઉમેદવારોની પહેલી યાદી જાહેર કરી શકે

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ આગામી લોકસભા ચૂંટણી માટે સત્તાધારી ભાજપ શનિવારે ઉમેદવારોની પહેલી યાદી જાહેર કરી શકે છે. પાર્ટીએ કેન્દ્રીય ચૂંટણી સમિતિની મિટિંગમાં ઉમેદવારોને લઈ ફેસલો લીધા બાદ 100 નામોની ઘોષણા આજે થઈ શકે છે. લોકસભા ચૂંટણી 2019 માટે ભાજપે પોતાના તમામ ઉમેદવારોના નામનું એલાન નથી કર્યું. જો કે કેટલાક એવા અહેવાલો આવી રહ્યા છે કે વર્તમાન સાંસદોની ટિકિટ ભાજપ કાપી શકે છે.

bjp candidate list

ઉમેદવારોની પસંદગીને લઈ મળનારી બેઠકમાં પીએમ નરેન્દ્ર મોદી અને ભાજપના અધ્યક્ષ અમિત શાહ સહિત કેટલીય સીનિયર લીડર હાજર રહેશે. આ યાદીમાં વધુ પડતા પહેલા તબક્કામાં ઉમેદવારોના નામ સામેલ કરવામાં આવે શકે છે. પહેલા રાઉન્ડમાં 11 એપ્રિલે 91 સીટ પર મતદાન થનાર છે. અહેવાલો મુજબ ભાજપે ઉમેદવારોની ટિકિટને લઈ કેટલાય સ્રોત દ્વારા ફીડબેક એકઠા કર્યા છે.

સૂત્રો મુજબ ભાજપ મહારાષ્ટ્ર અને કર્ણાટક માટે ઉમેદવારોની પહેલી યાદીની ઘોષણા કરી શકે છે. 100 ઉમેદવારોની પહેલી યાદીમાં ગાઝિયાબાદ અને નોઈડા સહિત પશ્ચિમ યૂપીની 8 સીટ માટે ઉમેદવારોના નામનું એલાન આજે થઈ શકે છે. અગાઉ ભાજપે ઉત્તર પ્રદેશમાં લોકસભા ચૂંટણી લડવા માટે પોતાના સહયોગી દળ સાથે ગઠબંધનનું એલાન કર્યું હતું. અનુપ્રિયા પટેલની પાર્ટી અપના દળે આ ગઠબંધન અંતર્ગત બે સીટ પર ચૂંટણી લડશે.

17મી લોકસભા માટે 11 એપ્રિલથી 19 મે દરમિયાન 7 તબક્કામાં મતદાન થનાર છે. જે બાદ 23 મેના રોજ પરિણામ જાહેર થશે. 2014માં એનડીએએ 336 સીટ પર જીત નોંધાવી હતી. જ્યારે એકલા ભાજપે જ બહુમતથી વધુ 282 સીટ હાંસલ કરી હતી. એવામાં ભાજપની સામે આ વખતે જૂના પ્રદર્શનને પુનરાવર્તિત કરવાનો પડકાર છે.

આ પણ વાંચો- કોંગ્રેસે જાહેર કરી પોતાની ત્રીજી યાદી, તેલંગાણાની 8 અને આસામની 5 સીટ પર ઉમેદવાર ઉતાર્યા

English summary
BJP to release first list of 100 candidates for Lok Sabha election 2019
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X