કોંગ્રેસે જાહેર કરી પોતાની ત્રીજી યાદી, તેલંગાણાની 8 અને આસામની 5 સીટ પર ઉમેદવાર ઉતાર્યા

કોંગ્રેસની ત્રીજી યાદીજાહેર, 12 સીટ પર ઉમેદવાર ઉતાર્યા

નવી દિલ્હીઃ કોંગ્રેસે લોકસભા ચૂંટણી માટે શુક્રવારે મોડી રાત્રે પાર્ટી ઉમેદવારોની ત્રીજી યાદી જાહેર કરી. જેમાં ઉત્તર પ્રદેશ, તેલંગાણા સહિત પૂર્વોત્તરના કેટલાય રાજ્યોની 18 સીટ પર ઉમેદવારોની ઘોષણા કરવામાં આવી છે. પાર્ટી તરફથી જાહેર કરવામાં આવેલ યાદીમાં સુષ્મિતા દેવ, જી ગોગોઈ અને મુકુલ સંગમા સહિત કેટલાય લોકોને પાર્ટીએ રિપિટ કર્યા છે. કોંગ્રેસની કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠકમાં ઉમેદવારોના નામ પર અંતિમ મોહર લાગી ગઈ છે.

congress

કોંગ્રેસ તરફથી મોડી રાત્રે જાહેર કરવામાં આવેલ ત્રીજી યાદીમાં આસામની 5 સીટ માટે કોંગ્રેસે ઉમેદવારોના નામની ઘોષણા કરી છે. જ્યારે મેઘાલયની 2 સીટ, નાગાલેન્ડની 1 સીટ, સિક્કિમની 1 સીટ, તેલંગાણાની 8 સીટ અને યૂપીની 1 સીટ માટે ઉમેદવારોના નામની ઘોષણા કરી છે. યૂપીની બારાબંકી સીટથી કોંગ્રેસ નેતા પીએલ પુનિયાના દીકરા તનુજ પુનિયાને ટિકિટ મળી છે. આસામની કરીમગંજ સીટથી સ્વરૂપ દાસને, સિલચરથી સુષ્મિતા દેવને, કાલિયાબોરથી ગૌરવ ગોગોઈને, જોરહટથી સુશાંત બીને અને ડિબ્રૂગઢથી પવન સિંહને ટિકિટ આપવામાં આવી છે.

મેઘાલયની શિલોંગ સીટથી વીસેન્ટ એમ પાલાને અે તુરાથી મુકુલ સંગમાને પાર્ટીએ ઉતાર્યા છે. નાગાલેન્ડથી કેએલ ચિશીને કોંગ્રેસે ટિકિટ આપી છે. સિક્કીમથી પાર્ટીએ ભારત બસનેતા પર ભરોસો જતાવ્યો છે. આ ઉપરાંત પાર્ટીએ તેલંગાણાની ત્રણ આરક્ષિત સીટ સહિત 8 લોકસભા સીટ પર ઉમેદવારોની ઘોષણા કરી છે. અગાઉ કોંગ્રેસે પોતાના ઉમેદવારોની બે યાદી જાહેર કરી હતી. 21 ઉમેદવારોની બીજી યાદીમાં કેટલાય દિગ્ગજ ચેહરાના નામ સામેલ છે. પાર્ટીએ ઉત્તર પ્રદેશની 16 અને મહારાષ્ટ્રની પાંચ સીટ માટે ઉમેદવારોની ઘોષણા કરી હતી.

આ પણ વાંચો- લાલ કૃષ્ણ અડવાણી સહિત ભાજપના આ સાંસદોની ટિકિટ પર સસ્પેન્સ

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X