પેટા ચૂંટણી 2021: ભાજપે 3 લોકસભા અને 16 વિધાનસભા સીટો પર જાહેર કર્યા ઉમેદવાર, આ નેતાઓને મળી ટિકિટ

સત્તારુઢ ભાજપે દેશના ઘણા રાજ્યોમાં યોજાનાર પેટાચૂંટણી માટે પોતાના ઉમેદવારોનુ એલાન કરી દીધુ છે.

નવી દિલ્લીઃ સત્તારુઢ ભાજપે દેશના ઘણા રાજ્યોમાં યોજાનાર પેટાચૂંટણી માટે પોતાના ઉમેદવારોનુ એલાન કરી દીધુ છે. ભાજપના ટ્વિટર હેન્ડલ પર જણાવવામાં આવ્યુ છે કે પાર્ટી દ્વારા કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા અને નગર હવેલી, મધ્ય પ્રદેશ તેમજ હિમાચલ પ્રદેશની 3 લોકસભા સીટો અને વિવિધ રાજ્યોની 16 વિધાનસભા સીટો પર ઉમેદવારોની યાદી જાહેર કરી દેવામાં આવી છે. આ રાજ્યોમાં પશ્ચિમ બંગાળ, રાજસ્થાન, કર્ણાટક, હરિયાણા અને આંધ્ર પ્રદેશ પણ શામેલ છે.

bjp

ભારતીય ચૂંટણી પંચ પાસેથી મળેલી માહિતી મુજબ ઉપરોક્ત બધા રાજ્યોમાં 30 ઓક્ટોબરના રોજ પેટાચૂંટણી થશે. ભાજપે આ પેટાચૂંટણી માટે પોતાના ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. આ ઉમેદવારોમાં દાદરા અને નગર હવેલી લોકસભા ક્ષેત્રમાંથી મહેશ ગાવિત, મધ્ય પ્રદેશના ખંડવાથી જ્ઞાનેશ્વર પાટિલ, આંધ્ર પ્રદેશના બાડબેલથી પુન્થાલા સુરેશ, હરિયાણની એલાનાબાદ સીટથી ગોવિંદ કાંડા અને હિમાચલની ફતેહપુર સીટથી બલદેવ ઠાકુરનુ નામ જાહેર કરવામાં આવ્યુ છે.

બ્રિગેડિયરને પણ આપી ટિકિટ

હિમાચલ ભાજપના એક પદાધિકારીએ જણાવ્યુ કે પાર્ટીએ કારગિલ યુદ્ધમાં ભાગ લઈ ચૂકેલ એક બ્રિગેડિય ખુશાલ ઠાકુર(રિટાયર્ડ) ને હિમાચલ પ્રદેશના મંડીમાંથી ટિકિટ આપી છે. ખુશાલ ઠાકુલ 18 ગ્રેનેડિયરના કમાંડિંગ ઑફિસર હતા જે 1999માં ટાઈગર હિલ પર કબ્જો કરવામાં સફળ ઑપરેશનનો હિસ્સો હતા.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X