For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Himachal Election 2022: ભાજપે જાહેર કરી 62 ઉમેદવારોની યાદી, CM જયરામ ઠાકુર સિરાજથી લડશે ચૂંટણી

હિમાચલ પ્રદેશ વિધાનસભા ચૂંટણી માટે ભાજપે પોતાના ઉમેદવારોની પહેલી યાદી જાહેર કરી દીધી છે.

|
Google Oneindia Gujarati News

Himachal Election 2022: હિમાચલ પ્રદેશ વિધાનસભા ચૂંટણી માટે ભાજપે પોતાના ઉમેદવારોની પહેલી યાદી જાહેર કરી દીધી છે. પહેલી યાદીમાં 62 ઉમેદવારોના નામનુ એલાન થયુ છે. આ યાદીમાં પાંચ મહિલાઓને ટિકિટ આપવામાં આવી છે. ભાજપે હિમાચલના મુખ્યમંત્રી જયરામ ઠાકુરને સિરાજથી જ્યારે અનિલ શર્માને મંડીથી ઉમેદવાર બનાવ્યા છે. વળી, સતપાલ સિંહ સત્તીને ઉનાથી ઉમેદવાર જાહેર કર્યા છે.

bjp

ભાજપની આ યાદીમાં કોંગ્રેસ ધારાસભ્ય દળના નેતા મુકેશ અગ્નિહોત્રીને હરોલી વિધાનસભા બેઠક પરથી અને પૂર્વ મંત્રી આશા કુમારીને તેમની ડેલહાઉસી બેઠક પરથી મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. ચૂંટણી પંચે રાજ્યની ચૂંટણીનો કાર્યક્રમ જાહેર કર્યો છે. રાજ્યમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે મુખ્ય મુકાબલો માનવામાં આવી રહ્યો છે. કેટલીક સીટો પર આમ આદમી પાર્ટી હરીફાઈને ત્રિકોણીય બનાવી શકે છે. સોમવારે યોજાયેલી પાર્ટીની કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠકમાં આ યાદીને અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યુ હતુ. જેમાં કેટલાક વર્તમાન ધારાસભ્યોની ટિકિટ પણ કાપવામાં આવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અનેક વરિષ્ઠ નેતાઓ કેન્દ્રીય ચૂંટણી સમિતિના સભ્ય છે. રાજ્યની 68 વિધાનસભા બેઠકો માટે 12 નવેમ્બરે મતદાન થશે. નામાંકન ભરવાની છેલ્લી તારીખ 25 ઓક્ટોબર છે.

આ વખતે ભાજપે પ્રેમ કુમાર ધૂમલનુ પત્તુ સાફ કરી દીધુ છે. તમને જણાવી દઈએ કે પ્રેમ કુમાર ધૂમલ એક કદાવર નેતા છે અને છેલ્લી ચૂંટણીમાં તેઓ ભાજપ તરફથી મુખ્યમંત્રી પદના દાવેદાર પણ હતા. પરંતુ, આ વખતે ભાજપે પ્રેમકુમાર ધૂમલને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા નથી. ભાજપ દ્વારા 19 ઓક્ટોબર, બુધવારે જાહેર કરવામાં આવેલી યાદીમાં વર્તમાન મુખ્યમંત્રી જયરામ ઠાકુરને સિરાજ, હંસ રાજને ચુરાહ (SC), ડૉ. જનક રાજને ભરમૌર (ST)થી ટિકિટ આપવામાં આવી છે. ઈન્દિરા કપૂરને ચંબાથી, ડીએસ ઠાકુરને ડેલહાઉસીથી, વિક્રમ જરિયાલને ભટિયાતથી ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે.

નૂરપુરથી રણવીર સિંહ નિક્કી, રીટા ધીમાનને ઈન્દોરા(SC)થી, રાકેશ પઠાનિયાને ફતેહપુરથી, જ્વાલીથી સંજય ગુલેરિયા, જસવાન-પ્રાંગપુરથી વિક્રમ ઠાકુર, જયસિંહપુર (SC)થી રવિન્દર ધીમાન, વિપિન સિંહ પરમારને સુલેહથી, અરુણ કુમાર મહેરા(કૂકા)ને નગરોટાથી ટિકિટ આપવામાં આવી છે. કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયેલા પવન કાજલને કાંગડાથી ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. શાહપુરથી સરવીણ ચૌધરીને, ધર્મશાલાથી રાકેશ ચૌધરી, પાલમપુરથી ત્રિલોક કપૂર, બૈજનાથ (SC)થી મુલ્ખરાજ પ્રેમીને, લાહૌલ અને સ્પીતિથી રામલાલ માર્કંડેયને, મનાલીથી ગોવિંદ સિંહ ઠાકુરને ટિકિટ આપવામાં આવી છે.

બન્જારથી સુરેન્દ્ર શૌરી, અન્નીથી લોકેન્દ્ર કુમાર, કરસોગથી દીપરાજ કૂપર, સુંદરનગરથી રાકેશ જમ્વાલ, નાચનથી વિનોદ કુમાર, દરંગથી પૂરન ચંદ ઠાકુર, જોગિન્દરથી પ્રકાશ રાણા, ધર્મપુરથી રજત ઠાકુર, મંડીથી અનિલ શર્મા, બલ્હથી ઈંદ સિંહ ગાંધી, સરકાઘાટથી દિલીપ ઠાકુર, ભોરંજથી અનિલ ધીમાન, સુજાનપુરથી રણજીત સિંહ, હમીરપુરથી નરેન્દ્ર ઠાકુર, નાદૌનથી વિજય અગ્નિહોત્રીને ઉમેદવાર બનાવ્યા છે. ચિન્તપુરનીથી બલબીર સિંહ ચૌધરી, ગગરેટથી રાજેશ ઠાકુર, ઉનાથી સતપાલ સિંહ સત્તી, કુટલેહડથી બીરેન્દ્ર કંવર, ઝંઝૂતાથી જે આર કટવાલ, ધુમારવીથી રાજેન્દ્ર ગર્ગ, બિલાસપુરથી ત્રિલોક જમ્વાલ, શ્રીનૈના દેવીજીથી રણધીર શર્માને ટિકિટ આપવામાં આવી છે.

વળી, ગોવિંદ શર્માને અર્કીથી, લખવિંદ્ર રાણાને નાલાગઢથી, સરદાર પરમજીત સિંહ પમ્મીને દૂનથી, રાજેશ કશ્યપને સોલનથી, રાજીવ સૈજલને કસૌલીથી, રીના કશ્યપન નાહનથી, નારાયણસિંહને રેણુકાજીથી, સુખરામ ચૌધરીને પાવંટા સાહિબથી, બલદેવ તોમરને શિલાઈથી, બલવીર વર્માને ચૌપાલથી, અજય શ્યામને ઠિયોગથી, સુરેશ ભારદ્વાજને કસુમ્પટીથી, સંજય સૂદને શિમલાથી, રવિ મહેતાને શિમલા ગ્રામીણથી, ચેતન બરાગટાને જુબ્બલ-કોટખાઈથી, શશિ બાલાને રોહડૂથી અને સૂરત નેગીને કિન્નૌરથી ઉમેદવાર બનાવ્યા છે.

English summary
BJP releases a list of 62 candidates for the upcoming Himachal Pradesh Assembly election
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X