For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રાહુલ ગાંધીએ કહ્યુ, ભાજપ 'જય સિયા રામ'ના બદલે 'જય શ્રી રામ' બોલે છે કારણકે...

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ શુક્રવારે ભાજપ અને આરએસએસની ટીકા કરીને કહ્યુ કે ભાજપવાળા જય સિયા રામ'ના બદલે 'જય શ્રી રામ' બોલે છે કારણકે...

|
Google Oneindia Gujarati News

Rahul Gandhi on Jai Siyaram: કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ શુક્રવારે ભાજપ અને આરએસએસની ટીકા કરીને કહ્યુ કે ભાજપવાળા જય સિયા રામ'ના બદલે 'જય શ્રી રામ' બોલે છે કારણકે એ લોકો સીતાની પૂજા નથી કરતા. રાહુલ ગાંધીએ કહ્યુ કે સીતા વિના રામ અધૂરા છે. જય સિયારામનો અર્થ છે જય સીતા-જય રામ. તેમણે કહ્યુ કે સીતા અને રામ એક જ છે એટલા માટે સાચો નારો છે જય સિયારામ અથવા જય સીતારામ. રાહુલ ગાંધીનુ આ નિવેદન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા પાર્ટી પ્રમુખ મલ્લિકાર્જૂન ખડગેની રાવણ ટિપ્પણીના થોડા દિવસો પછી આવ્યુ છે.

rahul gandhi

રાહુલ ગાંધીએ કહ્યુ, 'ભગવાન રામનુ નામ સીતા વિના અધૂરુ છે, તેઓ એક છે, તેથી જ આપણે 'જય સિયારામ' બોલીએ છીએ. ભગવાન રામ સીતા માટે લડ્યા. આપણે જય સિયા રામનો ઉચ્ચાર કરીએ છીએ અને મહિલાઓને સીતાના સ્વરૂપ તરીકે માનીને તેમનો આદર કરીએ છીએ. જય સિયા રામ.' રાહુલ ગાંધીએ કહ્યુ કે એક પંડિત તેમની પાસે આવ્યા અને તેમને આ વાત સમજાવી. રાહુલ ગાંધીએ કહ્યું કે, હું ભારત જોડો યાત્રા દરમિયાન ઘણુ શીખી રહ્યો છુ. રાહુલ ગાંધી તેમની ભારત જોડો યાત્રા દરમિયાન હાલમાં મધ્યપ્રદેશમાં છે. આ દરમિયાન આયોજિત એક બેઠકમાં તેમણે આ નિવેદન આપ્યુ હતુ. આ યાત્રા રવિવારે સાંજે પડોશી રાજ્ય રાજસ્થાનમાં પ્રવેશ કરશે.

રાહુલ ગાંધીએ કહ્યુ કે ભાજપ અને આરએસએસના લોકો પોતાનુ જીવન એ ભાવનાથી જીવતા નથી જે ભાવનાથી રામે પોતાનુ જીવન જીવ્યુ હતુ. રાહુલે ગાંધીએ કહ્યુ કે ભગવાન રામે કોઈની સાથે અન્યાય નથી કર્યો અને તેમણે સમાજને એક કરવાનુ કામ કર્યુ. રામે દરેકને માન આપ્યુ, ખેડૂતો, મજૂરો, વેપારીઓને મદદ કરી, તેમની જે ભાવના હતી, તેમની જે જીવનશૈલી હતી, ભાજપ અને આરએસએસના લોકો તેને અપનાવતા નથી. કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ કહ્યુ કે આરએસએસના લોકો જય સિયારામ નથી કહી શકતા કારણ કે તેમના સંગઠનમાં એક પણ મહિલા નથી.

તમને જણાવી દઈએ કે ભારત જોડો યાત્રા દરમિયાન રાહુલ ગાંધીએ ઉજ્જૈનના મહાકાલેશ્વર મંદિરમાં ભગવાન શિવની પૂજા કરી હતી અને જ્યોતિર્લિંગ પર અભિષેક પણ કર્યો હતો. આ દરમિયાન તેમની મંદિરમાં પૂજા કરતી તસવીર પણ સોશિયલ મીડિયા પર હેડલાઇન્સ બની હતી. તેમણે તેમના ભારત જોડો યાત્રા દરમિયાન મસ્જિદો અને ગુરુદ્વારાઓની પણ મુલાકાત લીધી.

English summary
BJP's slogan is 'Jai Shri Ram' and not 'Jai Siya Ram' says Rahul Gandhi.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X