For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

શહેજાદ પૂનાવાલાએ આપ MLAને શ્રદ્ધા હત્યાકાંડના આરોપી આફતાબ સાથે જોડવા બદલ મોકલી કાનૂની નોટિસ

ભાજપના રાષ્ટ્રીય પ્રવકતા શહેજાદ પૂનાવાલાએ આપ ધારાસભ્ય નરેશ બાલિયાનને નોટિસ મોકલી છે.

|
Google Oneindia Gujarati News

BJP Spokesperson Shahzad Poonawalla: ભાજપના રાષ્ટ્રીય પ્રવકતા શહેજાદ પૂનાવાલાએ આપ ધારાસભ્ય નરેશ બાલિયાનને શ્રદ્ધા હત્યાકાંડના આરોપી આફતાબ અમીન પૂનાવાલા સાથે જોડતા ટ્વિટને લઈને તેમની સામે દિવાની અને ફોજદારી કાર્યવાહી શરુ કરવા માટે કાનૂની નોટિસ મોકલી છે અને કહ્યુ છે કે જો શ્રદ્ધાના હત્યારા આફતાબ અમીન પૂનાવાલા સાથે મારો સંબંધ સાબિત કરી દો તો હું રાજનીતિ છોડી દઈશ.

Shahzad Poonawalla

તમને જણાવી દઈએ કે આપ ધારાસભ્ય નરેશ બાલિયાને કાલે આરોપ લગાવ્યો હતો કે આફતાબને શહેજાદ સાથે સંબંધ છે. બાલિયાને મંગળવારે એક ટ્વિટમાં કહ્યુ, 'શ્રદ્ધા વૉકરની હત્યા બાદ તેના શબના 35 ટૂકડા કરનાર આફતાબ પૂનાવાલા અને ભાજપ નેતા શહેજાદ પૂનાવાલા વચ્ચે શું સંબંધ છે? લોકો સોશિયલ મીડિયા પર અવાજ ઉઠાવી રહ્યા છે. લોકો જાણવા ઈચ્છે છે. જો સંબંધ ના હોય તો કેમ ભાગી રહ્યા છે? તેમણે મીડિયામાં સફાઈ આપવી જોઈએ.'

આમ આદમી પાર્ટીના ધારાસભ્ય નરેશ બાલિયાનના ટ્વિટ પર ભાજપના પ્રવક્તા શહેજાદ પૂનાવાલાએ સિવિલ અને ફોજદારી કાનૂની કાર્યવાહી શરૂ કરવાની માંગ કરી છે. આ સિવાય તેમણે કહ્યુ છે કે જો આપ 24 કલાકની અંદર આફતાબ સાથેના 'મારા સંબંધ'નો પુરાવો આપે તો હું રાજકારણ છોડી દઈશ - જો ના આપે તો અરવિંદ કેજરીવાલે રાજીનામુ આપી દેવુ જોઈએ. આ સાથે પૂનાવાલાએ કહ્યુ કે હું લાઇ ડિટેક્ટર ટેસ્ટ માટે તૈયાર છુ - શું અરવિંદ કેજરીવાલ પણ તૈયાર છે?'

ઉલ્લેખનીય છે કે શહઝાદ પૂનાવાલાએ આપ નેતાના ટ્વીટનો જવાબ આપ્યો અને કહ્યુ કે તેમના વકીલ આપ નેતાને 'પાયાવિહોણા, અવિચારી અને બદનક્ષીભર્યા નિવેદનો' માટે નોટિસ મોકલશે. આરોપના જવાબમાં શહઝાદે કહ્યુ કે આ આરોપ આપ સુપ્રીમો અને દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના કહેવા પર લગાવવામાં આવી રહ્યો છે કારણ કે તેણે છેલ્લા કેટલાક દિવસોમાં આપનો લૂંટારુ ચહેરો બેનકાબ કર્યો છે. શહઝાદે કહ્યુ કે તે કોઈપણ એજન્સી અથવા ન્યૂઝ મીડિયા ચેનલ દ્વારા કોઈપણ લાઈ ડિટેક્ટર ટેસ્ટ માટે તૈયાર છે અને તે આ મુદ્દા પર એક નહિ પરંતુ 100 લાઈ ડિટેક્ટર ટેસ્ટ કરાવશે અને આપ નેતાઓ અરવિંદ કેજરીવાલ, સત્યેન્દ્ર જૈન અને કૈલાશ ગેહલોત તિહારમાં બળજબરીથી વસૂલીના ગંભીર આરોપવાળા સુકેશ ચંદ્રશેખર મામલાનો પણ લાઈ ડિટેક્ટર ટેસ્ટ લેવો જોઈએ.

શહઝાદે એ પણ આશ્ચર્ય વ્યક્ત કર્યુ કે કેજરીવાલે ગુજરાત અને અન્ય મુદ્દાઓ પર ટ્વિટ કરવા સક્ષમ હોવા છતાં શ્રદ્ધા માટે કે આફતાબ અને તેની માનસિકતા વિરુદ્ધ શા માટે ટ્વિટ ન કર્યુ. તેમણે આશ્ચર્ય વ્યક્ત કર્યુ કે કેજરીવાલ વોટ બેંકની રાજનીતિને કારણે તો આવુ નથી કરી રહ્યાને. આપ નેતાએ કહ્યુ કે તેઓ કાનૂની નોટિસથી ડરતા નથી અને શ્રદ્ધા વૉકરને ન્યાય મળે તે માટે અવાજ ઉઠાવશે.

English summary
BJP Spokesperson Shahzad Poonawalla sends legal notice to AAP MLA for linking him with Aftab Poonawalla.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X