કર્ણાટક વિધાનસભાના વિપક્ષ નેતાની જાહેરાત કરશે ભાજપ, આ નામો આગળ
કર્ણાટકમાં આજે ભારતીય જનતા પાર્ટી દ્વારા બેઠક બોલાવવામાં આવી છે. સુત્રો દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, વિધાનસભાની ચૂંટણી લાંબા સમય બાદ આજે ભાજપ વિપક્ષના નેતાનું નામ જાહેર કરી શકે છે.
ઉલ્લેખનીય છે કે, 13 મેના રોજ કર્ણાટક વિધાનસભાની ચૂંટણીમાં ભાજપની કારમી હાર થઇ હતી. કોંગ્રેસ 135 સીટ જીતી હતી, જ્યારે ભાજપને 66 બેઠકો મળી હતી.

ભાજપના નેતાઓએ જણાવ્યું હતું કે, સામાન્ય રીતે વિપક્ષના નેતાની પસંદગી ચૂંટણી પરિણામો પછી તરત જ કરવામાં આવે છે, પરંતુ ભાજપની અંદર સર્વસંમતિ અને અસંમતિની રમત ચાલી રહી છે. કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં પાર્ટીની જોરદાર હાર અને આંતરિક વિખવાદને કારણે વિપક્ષના નેતાની પસંદગીમાં વિલંબ થયો છે. આખરે લાંબા સમય બાદ વિપક્ષના નેતાની પસંદગી માટે બેઠક બોલાવવાનો નિર્ણય લેવાયો છે. આજે વિપક્ષના નેતાના નામ પર સર્વસંમતિ સધાય તેવી આશા પાર્ટી વ્યક્ત કરી રહી છે.
આ બેઠકમાં રાજ્ય ભાજપના અધ્યક્ષ નલિન કુમાર કાતિલ, કર્ણાટક પ્રભારી અરુણ સિંહ અને કેન્દ્રીય સંસદીય બોર્ડના સભ્ય બીએસ યેદિયુરપ્પા સહિત અગ્રણી હસ્તીઓ હાજરી આપશે. જો પાર્ટીના આંતરિક સૂત્રોનું માનીએ, તો વિપક્ષના નેતાની ભૂમિકા માટે ઘણા નામો પર વિચાર કરવામાં આવી રહ્યો છે, જેમ કે બસવરાજ બોમાઈ, બસનાગૌડા પાટિલ યતનાલ, અશ્વથનારાયણ, વી સુનીલ કુમાર અને આર અશોક. આ સિવાય શ્રીનિવાસ પૂજારી, તેજસ્વિની ગૌડા અને ચલવાદી નારાયણ સ્વામીના નામની પણ ચર્ચા થઈ શકે છે.
એક નેતાના જણાવ્યા અનુસાર, ભાજપે પાર્ટીમાં અનુશાસનહીનતા માટે જવાબદાર 11 નેતાઓની ઓળખ કરી છે. આજે મળનારી બેઠક દરમિયાન આ મુદ્દો પણ ઉઠાવવામાં આવશે. આવા સમયે, એવું કહેવામાં આવી રહ્યું છે કે, શુક્રવારે પણ આ મુદ્દે એક બેઠક બોલાવવામાં આવી હતી. તેમાં યેદિયુરપ્પા, બોમાઈ, કાતિલ, પ્રહલાદ જોશી અને સીટી રવિ સહિતના વરિષ્ઠ નેતાઓએ હાજરી આપી હતી. તેઓ આવા છ નેતાઓને મળ્યા હતા, જેમના પર અનુશાસનહીનતાનો આરોપ છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, પાર્ટી દ્વારા અનુશાસનહીન અને વિવાદાસ્પદ ટીપ્પણી માટે લેવામાં આવેલા 11 નેતાઓમાં સાંસદ રેણુકાચાર્ય, બસનગૌડા પાટીલ યતનાલ, મુરુગેશ નિરાની, પ્રભુ ચૌહાણ, પ્રતાપ સિમ્હા, રમેશ જીગાજીનાગી, દસરહલ્લી મુનિરાજુ, એએસ નડાહલ્લી, ચરણથિ મઠ, થામા ગોદા અને ઇશ્વર સિંહ ઠાકુર નો સમાવેશ થાય છે.
સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, આ નેતાઓને કારણ બતાવો નોટિસ પાઠવવામાં આવી હતી, પરંતુ કેટલાકે આશ્વાસન આપ્યા બાદ પક્ષે પોતાનું વલણ બદલી નાખ્યું હતું કે, તેઓ મુદ્દાઓને ઉકેલવા અને પક્ષ એકતામાં સુધારો કરવા માટે કામ કરશે.












Click it and Unblock the Notifications
