For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

'ભાજપ કરી રહ્યુ છે બૉલિવુડને બદનામ કરવાનુ ષડયંત્ર', નવાબ મલિકે જણાવ્યુ દાઢીવાળા વ્યક્તિનુ નામ

ક્રૂઝ ડ્રગ્સ કેસ અને એનસીબીના ઝોનલ ડાયરેક્ટર સમીર વાનખેડેને લઈને રોજ નવા ખુલાસા કરનાર મહારાષ્ટ્રના મંત્રી નવાબ મલિકે શુક્રવારે પ્રેસ કૉન્ફરન્સ કરીને ભાજપ પર પણ આ કેસને લઈને નિશાન સાધ્યુ છે.

|
Google Oneindia Gujarati News

મુંબઈઃ ક્રૂઝ ડ્રગ્સ કેસ અને એનસીબીના ઝોનલ ડાયરેક્ટર સમીર વાનખેડેને લઈને રોજ નવા ખુલાસા કરનાર મહારાષ્ટ્રના મંત્રી નવાબ મલિકે શુક્રવારે પ્રેસ કૉન્ફરન્સ કરીને ભાજપ પર પણ આ કેસને લઈને નિશાન સાધ્યુ છે. તેમણે કહ્યુ કે ભાજપની પૂરી કોશિશ બૉલિવુડને મુંબઈમાંથી બહાર કાઢવાની છે અને આના કારણે તે ડ્રગ્સ દ્વારા બૉલિવુડને બદનામ કરવામાં લાગી ગયુ છે. તેમણે કહ્યુ કે, 'મુંબઈ ડ્રગ્સ કેસ બીજુ કંઈ નહિ પરંતુ બૉલિવુડને મહારાષ્ટ્રમાંથી બહાર કાઢવાની ભાજપની કોશિશ છે. આ બૉલિવુડને બદનામ કરવા માટે ભાજપનુ ષડયંત્ર છે.'

વાનખેડેએ મારો અવાજ દબાવવાની કોશિશ કરી

વાનખેડેએ મારો અવાજ દબાવવાની કોશિશ કરી

યુપીના સીએમ યોગી આદિત્યનાથ નોઈડામાં ફિલ્મસિટી ખોલવા માંગે છે અને માટે જ તે બૉલિવુડ વિશે આ પ્રકારની હરકતો કરી રહ્યા છે. હાલમાં જ તેમણે ફિલ્મી સ્ટાર્સ સાથે મીટિંગ કરી હતી. ત્યારબાદ તેમણે એનસીબીના ઝોનલ ડાયરેક્ટર સમીર વાનખેડે પર નિશાન સાધીને કહ્યુ કે વાનખેડે ધરપકડમાંથી સુરક્ષાની માંગ કરીને બૉમ્બે હાઈકોર્ટમાં ગયા કારણકે તેમને ડર હતો. મલિકે કહ્યુ, 'આ વ્યક્તિગત લડાઈ નથી. મારા બધા આરોપો પુરાવાઓથી સમર્થિત છે. વાનખેડેએ મારો અવાજ દબાવવાની કોશિશ કરી.'

દાઢીવાળા વ્યક્તિનુ નામ પણ જણાવ્યુ

દાઢીવાળા વ્યક્તિનુ નામ પણ જણાવ્યુ

તેમણે આજે એ દાઢીવાળા વ્યક્તિનુ નામ પણ જણાવ્યુ જેને ક્રૂઝ પર સમીર વાનખેડેએ છોડી દીધો હતો. નવાબ મલિકનુ કહેવુ છે કે એ દાઢીવાળા વ્યક્તિનુ નામ કાશિફ ખાન છે, તે ફેશન ટીવીનો ઈન્ડિયા હેડ છે કે જે ક્રૂઝ પર ઈવેન્ટ ઑર્ગેનાઈઝ કરાવતો હતો, નવાબ મલિકે કહ્યુ કે કાશિફ સેક્સ રેકેટ ચલાવે છે. વાનખેડે સાથે તેના સારા રિલેશન છે, મને ખબર પડી છે કે તેની સાથે એનસીબીના બીજા અધિકારીઓએ ઘણી વાર વાતચીત કરવાની કોશિશ કરી પરંતુ દર વખતે વાનખેડે પોતાના અધિકારીઓને અટકાવી દેતા.

વાનખેડે સામે બળજબરી વસૂલીના આરોપોની તપાસ

વાનખેડે સામે બળજબરી વસૂલીના આરોપોની તપાસ

ઉલ્લેખનીય છે કે એનસીબીના મુંબઈ ઝોનલ ડાયરેક્ટર સમીર વાનખેડે શાહરુખ ખાનના દીકરા આર્યન ખાન સાથે જોડાયેલ કથિત ડ્રગ બસ્ટ કેસની તપાસ કરી રહ્યા છે. બૉમ્બે હાઈકોર્ટે ગુરુવારે આર્યન ખાન અને તેમના બે સહ આરોપીઓને જામીન આપી દીધા. મુંબઈ પોલિસે હાઈકોર્ટને આશ્વાસન આપ્યુ છે કે તે વાનખેડેની ત્રણ દિવસની નોટિસ આપ્યા વિના ધરપકડ નહિ કરે. મુંબઈ પોલિસ સમીર વાનખેડે સામે બળજબરી વસૂલીના આરોપોની તપાસ કરી રહી છે.

English summary
BJP to move Bollywood out of Mumbai, Sameer Wankhede is fake said Nawab Malik, here is full details.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X