For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

'વિરોધમાં જનારાને BJP આ રીતે જ ચૂપ કરાવે છે...' અનુરાગ-તાપસીના ઘરે IT રેડ પર શિવસેના

શિવસેના અને ઉદ્ધવ સરકારના મંત્રીઓએ કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર અને ભારતીય જનતા પાર્ટી(ભાજપ)ની જોરદાર ટીકા કરી છે.

|
Google Oneindia Gujarati News

મુંબઈઃ આવકવેરા વિભાગ(ઈનકમ ટેક્સ વિભાગ) બુધવારે (3 માર્ચ) બૉલિવુડ અભિનેત્રી તાપસી પન્નૂ અને ફિલ્મ મેકર અનુરાગ કશ્યપ તેમજ તેમના ભાગીદારોના ઘરે અને કાર્યાલયો પર રેડ પાડી. આ રેડ ફેંટમ ફિલ્મ્સ સામે કર ચોરીની તપાસનો એક ભાગ હતો. આ મામલે હવે શિવસેના અને ઉદ્ધવ સરકારના મંત્રીઓએ કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર અને ભારતીય જનતા પાર્ટી(ભાજપ)ની જોરદાર ટીકા કરી છે. શિવસેના નેતા પ્રિયંકા ચતુર્વેદીએ કહ્યુ છે કે ભાજપની કેન્દ્ર સરકાર સામે બોલનારાને આમ ચૂપ કરાવે છે. તેમણે કહ્યુ કે જે પણ મોદી સરકાર સામે બોલવાની કોશિશ કરે છે તેને આ રીતે ચૂપ કરાવવામાં આવે છે. સાંસદ પ્રિયંકા ચતુર્વેદીએ મોદી સરકાર અને ભાજપ પર કેન્દ્રીય તપાસ એજન્સીઓના દૂરુપયોગનો પણ આરોપ લગાવ્યો છે.

'આ એક નિરંકુશ શાસન છે'

'આ એક નિરંકુશ શાસન છે'

પોતાના ટ્વિટમાં પ્રિયંકા ચતુર્વેદીએ કહ્યુ, 'આશા રાખુ છુ કે આપણા દેશના ઈનકમ ટેક્સ વિભાગને સરકારી ગુલામીમાંથી જલ્દી મુક્તિ મળી જશે. ઈડી અને સીબીઆઈ માટે પણ હું હાથ જોડીને આવી જ પ્રાર્થના કરુ છુ. ' મહારાષ્ટ્રની મહિલા અને બાળ વિકાસ મંત્રી યશોમતિ ઠાકુરે કહ્યુ, 'તે (ભાજપ) એટલા પ્રતિશોધ સાથે કામ કરે છે. તે નથી ઈચ્છતા કે કોઈને પણ લોકતંત્રને આપવામાં આવેલી સ્વતંત્રતાનો આનંદ મળી શકે. તેમના માટે આ એક નિરંકુશ શાસન છે અને જે પણ તે કહે છે તે સાચુ છે અને જે લોકો તે જનતા કંઈ પણ કહેવા માંગે છે કે ખોટુ છે.'

સાચી વાત કરનારને આ રીતે દબાવાય છે

સાચી વાત કરનારને આ રીતે દબાવાય છે

પીડબ્લ્યુડી મંત્રી અશોક ચવ્વાણે કહ્યુ કે આમાં કોઈ નવી વાત નથી. આપણે ઘણી વાર આવુ થતા જોઈ રહ્યા છે. જે લોકો સાચી વાત સામે રાખે છે તેમને આ રીતે દબાવવામાં આવી રહ્યા છે. તૃણમૂલ સાંસદ મહુઆ મોઈત્રાએ ઈનકમ ટેક્સ વિભાગની આ કાર્યવાહીની નિંદા કરી છે. તેમણે કહ્યુ કે આ હંમેશા બૉલિવુડના એ હિસ્સા સાથે થાય છે જે હંમેશા સરકાર સામે ઉભો રહે છે.

જાણો કેમ થઈ રહી છે તાપસી પન્નૂ અને અનુરાગ કશ્યપના ઘરે રેડ?

જાણો કેમ થઈ રહી છે તાપસી પન્નૂ અને અનુરાગ કશ્યપના ઘરે રેડ?

બુધવારે(3 માર્ચે) તાપસી પન્નુ અને અનુરાગ કશ્યપના ઘરે અને કાર્યાલયમાં આવકવેરા વિભાગની રેડ ફેંટમ ફિલ્મ્સ સામે ટેક્સ ચોરીના આરોપમાં કરવામાં આવી. અધિકારીઓએ કહ્યુ કે રેડ મુંબઈ અને પૂણેમાં 30 અલગ અલગ જગ્યાએ કરવામાં આવી છે. જેમાં રિલાયન્સ એન્ટરટેઈનમેન્ટ ગ્રૂપના સીઈઓ શુભાશિષ સરકાર અને સેલિબ્રિટી ટેલેન્ટ મેનેજમેન્ટ કંપની કેડબ્લ્યુએએનના અમુક અધિકારીઓ પણ શામેલ છે. રેડ સવારથી રાત સુધી ચાલી. તાપસી પન્નુ અને અનુરાગ હાલમાં બંને પૂણેમાં શૂટિંગ કરી રહ્યા છે. જણાવવામાં આવી રહ્યુ છે કે રેડ દરમિયાન બંનેની પૂછપરછ પણ કરવામાં આવી છે.

લાઈવ કરતા કરતા અચાનક સૂઈ ગઈ ઈન્ફ્લુએંઝર, ઝડપથી વધ્યા વ્યૂઝ અને થઈ સારી કમાણીલાઈવ કરતા કરતા અચાનક સૂઈ ગઈ ઈન્ફ્લુએંઝર, ઝડપથી વધ્યા વ્યૂઝ અને થઈ સારી કમાણી

English summary
BJP try to silence any voice that against modi govt: Shiv Sena
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X