For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અત્યારે લોકસભા ચૂંટણી થાય તો કોંગ્રેસની હવા નીકળી જાય

|
Google Oneindia Gujarati News

cong-bjp-logo
નવી દિલ્હી, 20 મે : લોકસભા ચૂંટણી 2014ને બદલે આજની તારીખમાં થાય તો કોંગ્રેસે જીતનો જન્શ મનાવવાને બદલે રાતા પાણીએ રોવું પડે એવી સ્થિતિ છે. જ્યારે ભાજપ સૌથી મોટા રાજકીય પક્ષ તરીકે આગળ આવે એવી સંભાવના છે. આ બાબત એબીપી ન્યૂઝ અને નિલ્સન સર્વેના રિપોર્ટમાં કહેવામાં આવી છે. આ સર્વેમાં યુપીએ સરકારની બેઠકો અડધી થવાની સંભાવના દર્શાવવામાં આવી છે.

રવિવારે હિન્દી ન્યુઝ ચેનલ એબીપી ન્યુઝે પોતાના સર્વેનો પ્રથમ ભાગ રજૂ કર્યો હતો. સર્વેનો બીજો ભાગ સોમવારે રજૂ કરવામાં આવશે. મંગળવારે યુપીએ 2 સરકારને ચાર વર્ષ પૂરા થઇ રહ્યા છે આ પ્રસંગે વડાપ્રધાન યુપીએ 2નું રિપોર્ટ કાર્ડ પણ રજૂ કરવામાં આવશે.

ચેનલે પોતાના રિપોર્ટમાં જુદા જુદા રાજ્યોના મતદાતાઓના મૂડને જાણવાની અને સમજવાની કોશિશ કરી હતી. આ દરમિયાન 1થી 10 મે વચ્ચે કરવામાં આવેલા સર્વેમાં 21 રાજ્યોની 152 લોકસભા બેઠકોમાં 33408 લોકોના મત જાણવામાં આવ્યા હતા.

રવિવારે દિલ્હી, મહારાષ્ટ્ર, બિહાર અને ઉત્તર પ્રદેશની જે 175 બેઠકોને કવર કરવામાં આવી તેમાં વર્ષ 2009માં યોજાયેલી ચૂંટણીઓમાં યુપીએને 60 બેઠકો મળી હતી. આ સર્વેમાં બેઠકો ઘટીને 32 પર પહોંચી ગઇ છે. તેનાથી વિપરીત આ રાજ્યોમાં એનડીએની બેઠકો 62થી વધીને 91 પર પહોંચી ગઇ છે. આ બાબત પરથી સ્પષ્ટ થાય છે કે જો આ સર્વે પર વિશ્વાસ કરવામાં આવે તે એનડીએને ઘણો ફાયદો થઇ રહ્યો છે. જ્યારે યુપીએ સરકારની દુર્ગતિ જોવા મલી રહી છે.

દિલ્હીમાં કોંગ્રેસની ખરાબ સ્થિતિ
સર્વેની રિપોર્ટ પર વિશ્વાસ કરવામાં આવે તો દિલ્હીમાં કોંગ્રેસની સ્થિતિ આંચકાજનક છે. વર્ષ 2009ની ચૂંટણીઓમાં કોંગ્રેસે દિલ્હીની 7 સંસદીય બેઠકોમાંથી 7 પર કબ્જો મેળવી લીધો હતો. જ્યારે ભાજપને એક પણ બેઠક મળી ન હતી. જો કે સર્વે અનુસાર આજે ચૂંટણીઓ યોજાય છે તો ભાજપને 5 બેઠક પર કબજો મળે છે જ્યારે કોંગ્રેસને માત્ર 2 બેઠકો મળે છે. જ્યારે અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટીને સર્વે અનુસાર કોઇ સંસદીય બેઠક દિલ્હીમાં નહીં મળે.

મહારાષ્ટ્રમાં ભાજપને ફાયદો
48 લોકસભા બેઠકોવાળા રાજ્ય મહારાષ્ટ્રમાં પણ કોંગ્રેસ એનસીપીને નુકસાન થયું જોવા મળી રહ્યું છે. હાલ કોંગ્રેસ અને એનસીપી પાસે 25 સાંસદો છે. સર્વેના જણાવ્યા અનુસાર આ સંગઠનના સાંસદોની સંખ્યા ઘટીને 16 પર આવી જશે. તેમાં 12 સાંસદો કોંગ્રેસના હશે. જ્યારે 4 એનસીપીના હશે. સર્વે અનુસાર ભાજપ શિવસેના સંગઠન ફાયદામાં રહેશે. હાલમાં ભાજપ શિવસેના સંગઠનની પાસે 20 બેઠકો છે. સર્વેએ ભાજપને 17 બેઠકો આપી છે. અને શિવસેનાને 12 બેઠકો મળે છે. સર્વે અનુસાર રાજ ઠાકરેની એમએનએસને માત્ર એક જ બેઠક મળી રહી છે.

યુપીમાં કોંગ્રેસને આંચકો
લોકસભાની 80 બેઠકોવાળા રાજ્ય ઉત્તરપ્રદેશમાં પણ સર્વે અનુસાર કોંગ્રેસને ખાસ્સી મોટી નિરાશા હાથ લાગે એવી સ્થિતિ જોવા મળી રહી છે. વર્ષ 2009માં કોંગ્રેસે 22 બેઠકો જીતી હતી. જ્યારે હવે તેમાં ભારે ઘટાડો થતો જોવા મળે છે. કોંગ્રેસને હવે માત્ર 6 બેઠકો મળે તેમ લાગે છે. સમાજવાદી પાર્ટી પોતાની વર્તમાન સ્થિતિને જાળવી રાખતા 24 બેઠકો જીતશે. જ્યારે બીએસપીના સાંસદોની સંખ્યા 21 રહેશે. જ્યારે ભાજપની બેઠકની સંખ્યામાં મોટો વધારો થશે. તે 10થી વધીને 23 વર્ષ પર પહોંચી જશે. જ્યારે આરએલડીને 5 બેઠકો મળશે.

બિહારમાં પરિણામો મોરચાની સ્થિતિ પર નિર્ભર
બિહારમાં 40 લોકસભા બેઠકો છે. સર્વેના જણાવ્યા અનુસાર અહીં પણ ભાજપ - જેડી (યુ) ગઠબંધન યથાવત રહેશો તો બંને પક્ષોને સાથે મળીને બેઠકોની સંખ્યા વધી શકે છે. હાલમાં બીજેપી જેડી (યુ)ની પાસે 32 બેઠકો છે. આ બેઠક વધીને 34 સુધી પહોંચે છે. સર્વેના જણાવ્યા અનુસાર જેડીયુ પોતાની બેઠકો વધારીને 20થી 24 કરશે. પણ બીજેપીને નુકસાન થતું જોવા મળી રહ્યું છે. તેમની બેઠકો 12થી વધીને 10 થઇ ગઇ છે. જો કે બંનેને મેળવીને 40માંથી 34 બેઠકો એનડીએના ખાતામાં આવે છે.

કોંગ્રેસ અને આરજેડીના વર્તમાન સમીકરણો અંતર્ગત અહીં નિરાશા મળશે. કોંગ્રેસને 3 અને આરજેડીને 2 બેઠકો પર સંતોષ માનવો પડે તેવી સ્થિતિ છે. જો સમીકરણ બદલાય છે તો જેડીયુ તથા ભાજપનું સંગઠન તૂટી જાય તો પરિણામો બદલાઇ શકે છે. સર્વે જણાવે છે કે જો ભાજપ અને જેડીયુ અલગ અલગ ચૂંટણી લડે છે અને કોંગ્રેસ આરજેડી સાથે આવી જાય તો આ યુતિને 18 બેઠકો મળી શકે છે.

English summary
BJP will be largest party in Lok Sabha Election 2014 : Survey
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X