5 રાજ્યોની વિધાનસભા ચૂંટણીમાં બીજેપી મુખ્યમંત્રીના ચહેરા વગર જ ઉતરશે-સુત્રો
5 રાજ્યોની વિધાનસભા ચૂંટણી પહેલા બીજેપીમાં મોટુ ટેન્શન જોવા મળી રહ્યુ છે. ઈન્ડિયા ગઠબંધનના ઉદયે મોદી સરકારની ઉંઘ હરામ કરી છે ત્યારે હવે બીજેપી વિધાનસભા ચૂંટણીમાં મુખ્યમંત્રીના ચહેરા વગર જ ઉતરવા જઈ રહી છે.
2024ની લોકસભા ચૂંટણી પહેલા બીજેપીએ પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે. આ રાજ્યોમાં બીજેપીની સરકારોને ભારે વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે ચહેરા વગર જ ચૂંટણી લડવાની યોજના બનાવી રહી છે.

સૂત્રો અનુસાર, બીજેપી વિધાનસભા ચૂંટણીમાં મુખ્યમંત્રીના ચહેરા તરીકે કોઈને રજુ નહીં કરે. પાર્ટીએ આ તમામ રાજ્યોમાં સામૂહિક નેતૃત્વ હેઠળ ચૂંટણી લડવાની યોજના બનાવી છે.
અહેવાલો અનુસાર, હિન્દીભાષી રાજ્યો છત્તીસગઢ, મધ્યપ્રદેશ અને રાજસ્થાન આનું ખાસ ધ્યાન રાખવામાં આવશે. આ સિવાય તેલંગાણા અને મિઝોરમમાં ચૂંટણી જીતવા માટે સામૂહિક નેતૃત્વ પર આધાર રાખવાની યોજના બનાવી છે.
બીજેપીના વરિષ્ઠ સૂત્રોને ટાંકીને અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે, પાર્ટી વર્ષના અંતમાં યોજાનારી ચૂંટણીમાં મુખ્ય પ્રધાનપદનો ચહેરો રજૂ નહીં કરે. આ રણનીતિ એવા સમયે આવી છે જ્યારે રાજસ્થાનમાં વસુંધરા રાજે અને મધ્યપ્રદેશના વર્તમાન સીએમ શિવરાજ સિંહ ચૌહાણને લઈને અલગ-અલગ પ્રકારની અટકળો લગાવવામાં આવી રહી છે.
64 વર્ષીય શિવરાજ સિંહ ચૌહાણનું નામ હજુ સુધી ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યું નથી અને ચર્ચા છે કે પાર્ટી સત્તા વિરોધી લહેરનો સામનો કરવા માટે તેમને પડતા મુકી શકે છે.
જો કે, શિવરાજ સિંહ ચૌહાણે પોતાના એક ઈન્ટરવ્યુમાં તેમને સાઇડલાઈન અથવા હટાવવાની ચર્ચાઓને સંપૂર્ણપણે ખોટી ગણાવી હતી. તેમણે કહ્યું કે જો બીજેપી ચૂંટણી જીતે તો કોઈપણ નેતા મુખ્યમંત્રી બની શકે છે.
બીજી રાજસ્થાનમાં વિપક્ષી પાર્ટી તરીકે વિધાનસભા ચૂંટણી લડવા જઈ રહેલી બીજેપી રાજ્યમાં સીએમ ચહેરા વગર ચૂંટણી લડશે. વસુંધરા રાજે રાજ્યમાં પાર્ટીનો એક મોટો ચહેરો છે પરંતુ પાર્ટી તેના કદને વેતરી રહી હોવાના સાફ સંકેત મળી રહ્યા છે. અત્યાર સુધી આ પહેલીવાર છે જ્યારે પાર્ટીએ પોતાના સીએમ ચહેરાની જાહેરાત નથી કરી.
છત્તીસગઢમાં વિપક્ષની ભૂમિકા ભજવી રહેલી બીજેપી, પૂર્વ મુખ્યમંત્રી રમણ સિંહ, પ્રદેશ અધ્યક્ષ અરુણ સાહો, સાંસદ સરોજ પાંડે અને રામ વિચાર નેતામ જેવા મોટા નેતાઓ સાથે સામૂહિક નેતૃત્વમાં ચૂંટણી લડવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે.
-
રિયાન પરાગ આઉટ, યશસ્વી જયસ્વાલ ઇન? RRના નવા માલિક આવતા જ બદલાઈ ગયો કેપ્ટન? સામે આવી અસલી સચ્ચાઈ -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
યુદ્ધ વચ્ચે મોંઘવારીનો માર, નાયરા એનર્જીએ પેટ્રોલ-ડીઝલના ભાવ વધાર્યા -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
Jewar Airport: આવતીકાલે ખુલશે એશિયાનું સૌથી મોટું એરપોર્ટ! PM માટે સુરક્ષાનો અભેદ્ય કિલ્લો, ક્યારે ટેકઓફ થશે ફ -
ગુજરાત પોલીસે જપ્ત કરેલુ 2332 કિલો ડ્રગ્સ ઉંદરો ખાઇ ગયા, CAG રિપોર્ટમાં દાવો








Click it and Unblock the Notifications
