For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Live: 'સંકલ્પ પત્ર' જાહેર કરતા પહેલા અડવાણી, જોશીને મળશે અમિત શાહ

Live: 'સંકલ્પ પત્ર' જાહેર કરતા પહેલા અડવાણી, જોશીને મળશે શાહ

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણી 2019ની લડાઈ જીતવા માટે ભાજપ આજે પોતાનું વિઝન ડૉક્યુમેન્ટ જાહેર કરશે. કોંગ્રેસ પહેલા જ પોતાનો ચૂંટણી ઢંઢેરો જાહેર કરી ચૂકી છે, ત્યારે હવે બધાની નજર ભાજપના સંકલ્પ પત્ર પર છે. ઉલ્લેખનીય છે કે પહેલા તબક્કા માટે કાલે ચૂંટણી પ્રચાર પર બ્રેક લાગી જશે. ત્યારે બધી જ પાર્ટીઓ આજે ચૂંટણી પ્રચાર માટે પણ એડી-ચોટીનું જોર લગાવી દેશે. બીજી બાજુ ભાજપ આજે પોતાનો ચૂંટણી ઢંઢેરો 'સંકલ્પ પત્ર' જાહેર કરવાનું હોય સૌકોઈની નજર આજના રાજકીય દાવપેચ પર રહેશે. ચૂંટણી ઢંઢેરો જાહેર કરતા પહેલાં ભાજપની નારાજ થયેલા એલ કે અડવાણી અને મુરલી મનોહર જોશીને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ મળશે. તો લોકસભાની તમામ પ્રકારની લાઈવ અપડેટ માટે બન્યા રહોત વન ઈન્ડિયા ગુજરાતી સાથે..

lok sabha elections 2019

આ પણ વાંચો- ભાજપ આજે જાહેર કરશે લોકસભા માટે પોતાનો ચૂંટણી ઢંઢેરો

Newest First Oldest First
10:16 AM, 8 Apr

સંકલ્પ પત્ર જાહેર કરતા પહેલા ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિ શાહ આજે પાર્ટીના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી, મુરલી મનોહર જોશી સાથે મુલાકાત કરશે. જણાવી દઈએ કે આ વખતે પાર્ટીએ બંને નેતાઓની ટિકિટ કાપી નાખી છે, ગત દિવસોમાં તેમની નારાજગીના અહેવાલો સામે આવ્યા હતા.
10:16 AM, 8 Apr

પહેલા તબક્કામાં મતદાનના માત્ર ત્રણ દિવસ બચ્યા છે. કોંગ્રેસ પહેલા જ પોતાનું ઘોષણા પત્ર લાવીને વોટરોનું સમર્થન મેળવવામાં લાગી છે, તો ભાજપ આજે પોતાનું સંકલ્પ પત્ર જાહેર કરશે. રાહુલ ગાંધીની આગેવાનીમાં કોંગ્રેસ પોતાની યોજના પર ફ્રંટફુટ પર રમી રહી છે, તો યુવાઓના રોજગારનો મુદ્દો પણ ચર્ચામાં છે. એવામાં ભાજપની સામે રાહુલ ગાંધીના ટૉપ 5 માસ્ટરસ્ટ્રોકનો જવાબ આપવાનો પડકાર છે.
10:16 AM, 8 Apr

સંકલ્પ પત્ર જાહેર કરવા માટે ભાજપના મુખ્યાલયમાં મોટો કાર્યક્રમ થશે, જેની તૈયારીઓ જોરશોરથી થઈ રહી છે.
10:15 AM, 8 Apr

જણાવી દઈએ કે લોકસભા ચૂંટણી માટે ગૃહ મંત્રી રાજનાથ સિંહની અધ્યક્ષતામાં પાર્ટીએ સંકલ્પ પત્ર સમિતિ બનાવી હતી. જે અંતર્ગત દેશભરમાંથી 7500 જેટલી સજેશન પેટી, 300 રથો અને ઈલેક્ટ્રોનિક માધ્યમથી સજેશન લેવામાં આવ્યાં હતાં.
10:15 AM, 8 Apr

જણાવી દઈએ કે આ વખતે લોકસભા ચૂંટણી 2019માં સાત તબક્કામાં મતદાન થશે, પહેલા તબક્કા માટે 11 એપ્રિલે મતદાન થશે. જેમાં દેશના 20 રાજ્યોની કુલ 91 સીટ પર વોટિંગ પડશે. પહેલા તબક્કા માટે ચૂંટણી પ્રચાર નવ તારીખે સાંજે 5 વાગ્યે અટકી જશે.
10:15 AM, 8 Apr

સંકલ્પ પત્ર જાહેર કરતી વખતે અમિત શાહ, પીયૂષ ગોયલ સહિત કેટલાય મોટા નેતાઓ હાજર રહેશે.
10:15 AM, 8 Apr

ભાજપે રવિવારે જ પોતાનું થીમ સૉન્ગ અને ટેગલાઈન જાહેર કર્યાં હતાં. ભાજપ આ વખતે 'ફિર એક બાર, મોદી સરકાર'ના મંત્ર સાથે આગળ વધશે. સાથે જ આજે ભાજપ અધ્યક્ષ અમિત શાહ પાર્ટીનું વિઝન ડૉક્યુમેન્ટ દેશ સમક્ષ રાખશે.
10:15 AM, 8 Apr

લોકસભા ચૂંટણી 2019ની લડાઈ માટે ભાજપ આજે પોતાનું વિઝન ડૉક્યુમેન્ટ જાહેર કરશે. કોંગ્રેસ પહેલા જ પોતાનું ઘોષણાપત્ર જાહેર કરી ચૂક્યું છે, જેમાં કોંગ્રેસે ન્યાય યોજનાનું એલાન કર્યું છે. હવે સૌકોઈની નજર ભાજપના સંકલ્પ પત્ર પર છે. ઉલ્લેખનીય છે કે પહેલા તબક્કા માટે કાલે ચૂંટણી પ્રચાર પર બ્રેક લાગી જશે.

English summary
bjp will declare their manifesto today, get live update.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X