Lok Sabha Election 2024: અશોક ગહેલોતે કરી સૌથી મોટી ભવિષ્યવાણી, આ કારણે ભાજપને મળશે 200થી પણ ઓછી સીટ
Lok Sabha Election 2024: ભાજપ 2024ની સામાન્ય ચૂંટણીમાં આ વખતે 400ને પાર કરવાનું સપનું જોઈ રહ્યુ છે. રાજસ્થાનનુ ફલોદી સટ્ટા બજાર ભાજપને લગભગ 300 સીટો મળવાની અટકળો લગાવી રહ્યુ છે પરંતુ આ મામલે રાજસ્થાનના પૂર્વ સીએમ અશોક ગેહલોતે ચોંકાવનારી ભવિષ્યવાણી કરી છે.
કોંગ્રેસના દિગ્ગજ નેતા અશોક ગેહલોતે કહ્યું કે દેશમાં લોકસભા ચૂંટણી 2024ના દરેક તબક્કા પછી ભાજપ અને એનડીએની સ્થિતિ નોંધપાત્ર રીતે બગડી છે. ભાજપ 200 બેઠકોથી નીચે જ રહી જાય તો, દેશને નવાઈ નહીં લાગે.

પૂર્વ સીએમ અશોક ગેહલોતે સોશિયલ મીડિયા પર લખ્યું છે કે સામાન્ય ચૂંટણી 2024માં જે વાતાવરણ સર્જાયું છે તે જોતા લાગે છે કે હવે જનતા પોતે જ એનડીએ વિરુદ્ધ ચૂંટણી લડી રહી છે. ભારતની જનતાને અંગ્રેજ શાસનનો ઘમંડ અને સરમુખત્યાર ક્યારેય ગમ્યો ન હતો. હંમેશા તેની વિરુદ્ધ ઉભો રહી છે.
પૂર્વ સીએમ અશોક ગેહલોતે પણ કહ્યું હતું કે 2024ની લોકસભા ચૂંટણીમાં રાજસ્થાન, ગુજરાત, મધ્યપ્રદેશ, કર્ણાટક, તમિલનાડુ, તેલંગાણા, મહારાષ્ટ્ર અને ઉત્તર પ્રદેશમાં મેં આ વાતાવરણ અનુભવ્યું છે. વાસ્તવમાં, કોંગ્રેસે યુપીની અમેઠી સીટ પર પાર્ટીના ઉમેદવારની જીત સુનિશ્ચિત કરવા માટે અશોક ગેહલોતને જવાબદારી સોંપી હતી.
અશોક ગેહલોતે કહ્યું કે લોકસભા ચૂંટણી 2024 દરમિયાન NDA સરકાર વિરુદ્ધ દેશમાં જે વાતાવરણ સર્જાયું છે. તેની શરૂઆત રાજસ્થાનથી થઈ છે. રાજસ્થાનમાં પ્રથમ તબક્કાના મતદાનમાં જનતાએ NDAને પાઠ ભણાવવાનું શરૂ કરી દીધું છે. તે પછી દરેક તબક્કે સ્થિતિ વણસી ગઈ.












Click it and Unblock the Notifications
