ભાજપને લોકસભા ચૂંટણી 2024માં રામ મંદિરનો ફાયદો મળશે? સર્વેમાં આવ્યા ચોંકાવનારા પરિણામો
ABP Cvoter Survey: 22 જાન્યુઆરી 2024 એ હિન્દુ ધર્મના લોકો માટે ખૂબ જ ખાસ દિવસ છે, કારણ કે આ દિવસે વર્ષો પછી રામ લલ્લા અયોધ્યામાં તેમના ભવ્ય રામ મંદિરમાં નિવાસ કરશે. શ્રી રામના અભિષેકની તૈયારીઓ અંતિમ ચરણમાં છે ત્યારે ભાજપ આ દિવસને ભવ્ય રીતે ઉજવવામાં વ્યસ્ત છે.
જ્યારે વિરોધ પક્ષો કહે છે કે 'મોદી સરકાર 'ભગવાન રામ' પર રાજનીતિ કરી રહી છે. વિપક્ષનુ કહેવુ છે કે 'તે જાણી જોઈને રામ મંદિરનો શ્રેય લેવાનો પ્રયાસ કરી રહી છે અને તેથી તે જનતાને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરી રહી છે. તે ભગવાન રામને પોતાના કહે છે પરંતુ ભગવાન દરેકના છે.

ભગવાન રામનો પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ નજીક આવતા વિપક્ષોના આક્ષેપો પણ ઉગ્ર બની રહ્યા છે. ભાજપ વાસ્તવમાં રામ મંદિરને ચૂંટણીનો મુદ્દો બનાવવાનો પ્રયાસ કરી રહી છે કે નહિ, તેમને 2024ની લોકસભા ચૂંટણીમાં રામ મંદિર બનાવવાનો લાભ મળશે કે નહિ, આ બધા પ્રશ્નો દરેકના મનમાં ચાલી રહ્યા છે.
આ સવાલોના જવાબ જાણવા માટે CVoter એ એબીપી ન્યૂઝ માટે એક સર્વે કર્યો હતો. જેમાં તેમણે જનતાને સીધો સવાલ કર્યો હતો કે મોદી સરકારના સમયમાં રામ મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે તો શું આ તેની ઉપલબ્ધિ છે? શું તેમને આગામી લોકસભા ચૂંટણીમાં આનો ફાયદો થશે? તમને જણાવી દઈએ કે લોકોએ આ સર્વેમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો અને ચોંકાવનારા પરિણામો સામે આવ્યા.
સર્વેમાં 55 ટકા લોકોએ કહ્યું કે આ મોદી સરકારની મહત્વની ઉપલબ્ધિ છે અને તેનો ફાયદો ચૂંટણીમાં ચોક્કસ મળશે, જ્યારે 11 ટકા લોકોએ કહ્યું કે આ મોદી સરકારના મહત્વના કામોમાંથી એક છે પરંતુ આ જ તેનુ સૌથી મોટું કામ છે તેમ કહી શકાય નહીં.
વળી, 15 ટકા લોકોએ કહ્યું કે આ કોઈ મહત્વપૂર્ણ ઉપલબ્ધિ નથી પરંતુ આ તેમના મોટા કાર્યોમાંથી એક છે, જ્યારે 14 ટકા લોકોએ કહ્યું કે આ કોઈ ઉપલબ્ધિ નથી, આ તેમનું કામ નથી પરંતુ કાયદાનું કામ છે. જ્યારે 5 ટકા લોકોએ આ અંગે કોઈ જવાબ આપ્યો ન હતો.
સર્વે અનુસાર, 55 ટકા લોકોએ કહ્યું કે ભાજપે સત્તામાં આવતા પહેલા રામ મંદિર અંગે આપેલું વચન પૂરું કર્યું છે, જે મોટી વાત છે. તમને જણાવી દઈએ કે નવેમ્બર 2019માં સુપ્રીમ કોર્ટે બાબરી મસ્જિદ વિવાદ પર હિન્દુઓના પક્ષમાં ચુકાદો આપ્યો હતો.
સમગ્ર પ્રાણ-પ્રતિષ્ઠા કાર્યક્રમની વિગત
15 જાન્યુઆરી 2024: રામલલ્લાની મૂર્તિને ગર્ભગૃહમાં પહોંચાડાશે
16 જાન્યુઆરી 2024: વિગ્રહ મૂર્તિનુ અનુષ્ઠાન
17 જાન્યુઆરી 2024: રામ લલ્લાની મૂર્તિનુ નગર ભ્રમણ
18 જાન્યુઆરી 2024: પ્રાણ-પ્રતિષ્ઠાની વિધિ આરંભ
19 જાન્યુઆરી 2024: અગ્નિકુંડની સ્થાપના.
20 જાન્યુઆરી 2024: ગર્ભગૃહમાં વાસ્તુ શાંતિ અનુષ્ઠાન
21 જાન્યુઆરી 2024: રામલલાનુ કલશ સ્નાન
22 જાન્યુઆરી 2024: પ્રાણ પ્રતિષ્ઠા
-
રિયાન પરાગ આઉટ, યશસ્વી જયસ્વાલ ઇન? RRના નવા માલિક આવતા જ બદલાઈ ગયો કેપ્ટન? સામે આવી અસલી સચ્ચાઈ -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
યુદ્ધ વચ્ચે મોંઘવારીનો માર, નાયરા એનર્જીએ પેટ્રોલ-ડીઝલના ભાવ વધાર્યા -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Gold Rate Today: આજે રામનવમી પર સોનાના ભાવમાં આવ્યો ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
Dhurandhar 2 BO Collection Day 7: 'ધુરંધર 2'નો બોક્સ ઓફિસ પર દબદબો, 7માં દિવસે કરી આટલી કમાણી -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
