
તમિલનાડુઃ ભાજપના મહિલા નેતાનો દાવો, સત્તામાં આવતાં જ દરેક છોકરીના ખાતામાં 1 લાખ જમા કરાવશે
તમિલનાડુમાં થનાર વિધાનસભા ચૂંટણીને લઈ ભાજપની નેતા ખુશબૂ સુંદરે વચન આપ્યું કે જો તેમની પાર્ટી સત્તામાં આવે છે તો દરેક નાની છોકરીના ખાતામાં એક લાખ રૂપિયા જમા કરાવશે. ભારતીય જનતા પાર્ટીની નેતા ખુશબૂ સુંદરે શનિવારે ન્યૂઝ એજન્સી એએનઆઈને કહ્યું કે, "મહિલાઓ માટે આર્થિક રૂપે સ્વતંત્ર થવું બહુ જરૂરી છે. માટે જો અમારી સરકાર બને છે તો છોકરીનો જન્મ થતાં જ તેમના ખાતામાં એક લાખ રૂપિયા જમા કરાવશે. જેનાથી તેમને જીંદગી જીવવામાં આસાની રહેશે." ખુશબૂ સુંદરે કહ્યું કે રાજ્યના વિકાસ માટે એક ભાગ આપવામાં આવે છે. આ આ રાહત રાશિ પણ એ હિસાબે જ આપશું. રાજ્યમાં આનાથી ઓછામા ઓછું બાલિકાઓને મદદ મળી જશે અને કન્યા ભ્રૂણ હત્યા રોકવામાં સક્ષમ થઈ જશું.
તમિલનાડુમાં વિધાનસભા ચૂંટણી 6 એપ્રિલ 2021ના રોજ એક જ તબક્કામાં થનાર છે અને મતગણતરી 2 મેના રોજ થશે. રાજ્યની 234 સીટ માટે કોંગ્રેસ-દ્રમુક અને ભાજપ-અન્નદ્રમુક ગઠબંધન સાથે મતદાન થશે. પ્રમુખ સમૂહ એક બીજા વિરુદ્ધ ચૂંટણી લડી રહ્યા છે.
અભિનેત્રીથી નેતા બનેલી ખુશબૂ સુંદરે બાળકીને એક લાખ રૂપિયા આપવાનું એલાન થાઉજેન્ડ લાઈટ્સ વિધાનસભા ક્ષેત્રમાં ચૂંટણી પ્રચાર દરમ્યાન કર્યો. ખુશબૂ સુંદર થાઉજેંડ લાઈટ્સ વિધાનસભા ક્ષેત્રથી જ ચૂંટણી લડી રહી છે. ખુશબૂ સુંદરે હાલમાં જ પોતાના સોગંદનામામાં જણાવ્યું કે તેમની સંપત્તિ 22.55 કરોડ રૂપિયાની છે. જેમાં તેમણે એમ પણ જણાવ્યું કે તેમના પર 3.45 કરોડ રૂપિયાનું દેણું ચે અને તેમના પતિ પર 5.55 કરોડ રૂપિયાનું દેણું છે.
ખુશબૂ સુંદરે સોગંધનામામાં જણાવ્યું કે તેમના અને તેમના પતિ બંનેની અચળ સંપત્તિઓમાં તમિલનાડુમાં એકથી વધુ સ્થળે બિન કૃષિ ભૂમિ અને ફ્લેટ અને આવાસીય ભવન પણ સામેલ છે. તેમણે એમ પણ કહ્યું કે તેલંગાણા અને ઉધગમંડલમાં આવાસીય ભવન પણ છે.
સીરમ ઇન્સ્ટીટ્યુટે આપી વધુ એક ગૂડ ન્યુઝ, ભારતમાં શરૂ થયું Covovaxનું ટ્રાયલ
ખુશબૂ સુંદર વિરુદધ ચાર અપરાધિક મામલા પેન્ડિંગ છે. ખુશબૂ સુંદર પાછલા વર્ષે 2020માં ઓક્ટોબરમાં જ ભાજપમાં સામેલ થઈ હતી. અગાઉ ખુશબૂ સુંદર 6 વર્ષ સુધી કોંગ્રેસમાં હતી.