For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આસામમાં બ્રહ્મપુત્રા નદી પાસે ISIS ઝંડો મળવાથી ભયનો માહોલ

બુધવારે સવારે આસામની બ્રહ્મપુત્રા નદી પાસે કેટલાક કાળા ઝંડા મળી આવ્યા. આ ઝંડા પર નોર્થ ઈસ્ટમાં આઈએસ લખ્યું છે.

By Prajapati Anuj
|
Google Oneindia Gujarati News

બુધવારે સવારે આસામની બ્રહ્મપુત્રા નદી પાસે કેટલાક કાળા ઝંડા મળી આવ્યા. આ ઝંડા પર નોર્થ ઈસ્ટમાં આઈએસ લખ્યું છે. આ ઝંડા આસામના ગોલાપાર ટાઉન પોલીસ આઉટપોસ્ટ પાસે મળ્યા છે. પોલીસે આ ઝંડા જપ્ત કરીને તપાસ ચાલુ કરી દીધી છે. આ કાળા ઝંડા પર સવારે ત્યારે લોકોનું ધ્યાન ગયું જયારે તેઓ મોર્નીગ વોક માટે નીકળ્યા હતા. આ ઝંડા એક ઝાડ પર લાગેલા હતા. ત્યારપછી પોલીસને જાણકારી આપવામાં આવી અને ઝંડાને ઝાડથી નીચે ઉતારવામાં આવ્યા.

Black flags with IS

સરકાર પર આરોપ

એક પ્રત્યાશી ઘ્વારા જણાવવામાં આવ્યું કે "હું મોર્નિંગ વોક પર હતો ત્યારે તેને અરબી ભાષામાં લખેલા કેટલાક ઝંડા જોયા. મેં તેને નીચે ઉતાર્યા અને પોલીસને આપી દીધા". આ વચ્ચે ઓલ આસામ સ્ટુડન્ટ યુનિયન (એએએસયુ) જનરલ સેકેટરી લ્યુરીનીજ્યોતિ ગોગોઈ ઘ્વારા રાજ્ય સરકાર સામે નારાજગી જાહેર કરી છે. તેમનું કહેવું છે કે રાજ્યમાં આવી ગતિવિધિઓ ખુબ જ ઝડપથી વધી રહી છે જેને તરત રોકવાની જરૂર છે.

ગોગોઈ અનુસાર જો જલ્દી કોઈ પગલાં લેવામાં નહીં આવ્યા તો રાજ્યમાં અશાંતિની સ્થિતિ પેદા થશે. તેમને સરકાર પર આરોપ લગાવ્યો છે કે સરકાર ઘણી ઇન્ટેલિજન્સ વોર્નિંગ પછી પણ રાજ્યમાં ચાલી રહેલી ગતિવિધિઓ રોકવામાં અસફળ રહી છે. તેમને હાલત ગંભીર જણાવતા જેહાદી સંગઠનો સામે સખત પગલાં લેવા માટે અપીલ કરી છે.

English summary
Black flags with IS inscribed on them found on the bank of river brahmaputra assam.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X