સલમાન ખાનને 5 વર્ષની કેદ, જેલમાં આસારામ સાથે રહેશે

Posted By:
Subscribe to Oneindia News

અભિનેતા સલમાન ખાન, સૈફ અલી ખાન, તબુ, નીલમ અને સોનાલી બેન્દ્રે પર ચાલી રહેલો 20 વર્ષ જૂનો કાળા હરણ કેસ મામલે આજે ચુકાદો આવી ગયો છે. જેમાં અભિનેતા સલમાન ખાનને દોષિત જાહેર કરીને 5 વર્ષ જેલની સજા આપી છે. એટલું જ નહીં પરંતુ સલમાન ખાન પર 10,000 રૂપિયા દંડ પણ ફટકારવામાં આવ્યો છે. સલમાન ખાન સિવાય બીજા બધાને નિર્દોષ જાહેર કર્યા છે. સલમાન ખાનને જોધપુર જેલ મોકલવામાં આવી રહ્યા છે.

salman khan

હવે ધ્યાન આપવા જેવી બાબત છે કે સલમાન ખાનને આસારામ બાપુ સાથે રાખવામાં આવશે. આપને જણાવી દઈએ કે જોધપુર સેન્ટ્રલ જેલની બેરેક નંબર 2 માં યૌન ઉત્પીડન આરોપી આસારામને રાખવામાં આવ્યા છે. હાલમાં જે જાણકારી મળી રહી છે તેના મુજબ સલમાન ખાનને પણ તે બેરેકમાં રાખવામાં આવી શકે છે.

આપણે જણાવી દઈએ કે પહેલા પણ જયારે સલમાન ખાનને 7 દિવસ જેલ જવું પડ્યું હતું ત્યારે તેમને જોધપુર સેન્ટ્રલ જેલની બેરેક નંબર 1 માં રાખવામાં આવ્યા હતા. સલમાન ખાન પર આરોપ છે કે વર્ષ 1998 દરમિયાન એક અને બે ઓક્ટોબરની રાત્રે સલમાન ખાને અલગ અલગ વિસ્તારોમાં કાળા હરણનો શિકાર કર્યો હતો.

English summary
Blackbuck case verdict salman khan remains with asaram bapu in barrack

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.