સંજય પછી સલમાનનો વારો? કાળિયાર કેસમાં કોર્ટ નવા આરોપો ઘડશે

પ્રાપ્ત અહેવાલો અનુસાર જોધપુરની કોર્ટ 14 વર્ષ જુના કાળિયાર શિકાર કેસમાં 23 માર્ચે બોલીવુડ એક્ટર સલમાન ખાન અને અન્ય 4 બોલીવુડ સ્ટાર સામે નવા આરોપો ઘડવાની છે. સલમાન ખાન ઉપરાંત જે 4 બોલીવુડ સ્ટાર્સ સામે નવા આરોપો ઘડાવાના છે તેમાં સૈફ અલી ખાન, સોનાલી બેન્દ્રે, તબુ અને નીલમનો સમાવેશ થાય છે.
બોલીવુડ સ્ટાર્સ પર આરોપ છે કે 1998માં તેમણે ફિલ્મ હમ સાથ સાથ હૈના શૂટિંગ સમયે જોધપુર પાસે આવેલા ગામમાં બે કાળિયારનો શિકાર કર્યો હતો. ઉલ્લેખનીય છે કે 47 વર્ષીય સલમાન ખાન ઘોડા ફાર્મમાં 26-27 સપ્ટેમ્બર, 1998ના રોજ એક ચિંકારા અને 28-29 સપ્ટેમ્બર 1998ના રોજ એક બ્લેક બકના શિકારના આરોપસર અનુક્રમે એક વર્ષ અને પાંચ વર્ષની સજા થયેલી છે.
બ્લેક બગને નામશેષ થતા પ્રાણીઓમાં ગણવામાં આવે છે. તેને વાઇલ્ડ લાઇફ પ્રોટેક્શન એક્ટ હેઠળ રક્ષણ આપવામાં આવ્યું છે. તાજેતરના અહેવાલો સૂચવે છે કે સલમાન ખાન આજે કોર્ટમાં હાજર રહેશે નહીં. સલમાન ખાન સિવાયના સ્ટાર્સ જોધપુર પહોંચી ગયા છે. આ મુદ્દે સલમાન ખાનના વકીલ તરફથી મેડિકલ રિપોર્ટ કોર્ટમાં આપવામાં આવશે. રિપોર્ટમાં કારણ દર્શાવવામાં આવશે કે તે સારવાર માટે અમેરિકા છે અને ડોક્ટરોએ તેને લાંબી મુસાફરી કરવાની મનાઇ ફરમાવી હોવાથી તે કોર્ટમાં હાજર નથી થઇ શક્યો.
નોંધનીય છે કે રાજસ્થાન હાઇકોર્ટે ડિસેમ્બર 2012માં સ્ટાર્સ સામેના આરોપોમાં સુધારા કર્યા હતા. ખાન અને અન્ય સ્ટાર્સ સામે વાઇલ્ડ લાઇફ પ્રોટેક્શન એક્ટની કલમ 51 હેઠલ ઓરોપો ઘડવામાં આવ્યા હતા. તેમની સામે લોકલ આરોપી દુષ્યંત સિંહને પણ સામેલ કરવામાં આવ્યો હતો.
-
Women Reservation Amendment Bill: નારી શક્તિ વંદન અધિનિયમ લોકસભામાં બોલશે પીએમ મોદી, 33% અનામત પર થશે ચર્ચા -
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
Samay Raina Caste: સ્ટેન્ડ-અપ કૉમેડિયન સમય રૈનાના જાતિ-ધર્મ શું છે? ખુદને 'મૃતદેહ' જેવો કેમ કહ્યો? -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
Putin India Visit: એક વર્ષમાં બીજીવાર ભારત આવી રહ્યા છે પુતિન, પશ્ચિમી દેશોની ઉંઘ ઉડી -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
લોકસભા સીટ 850 કરવાનો પ્લાનઃ પરિસીમન શું છે? North Vs South વિવાદ વકર્યો, વિપક્ષ કેમ વિરોધ કરે છે- Explain -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી -
Weather Update: આસામ-બંગાળ સહિત 13 રાજ્યોમાં આંધી-તોફાનની આગાહી -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત



Click it and Unblock the Notifications
