For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

BMCની કાર્યવાહી બિનજરૂરી, કંગનાને બોલવાનો મોકો આપ્યોઃ શરદ પવાર

મહારાષ્ટ્ર સરકારમાં શામેલ એનસીપી ચીફ શરદ પવારનુ મોટુ નિવેદન સામે આવ્યુ છે.

|
Google Oneindia Gujarati News

મુંબઈઃ અભિનેત્રી કંગના રનોત અને શિવસેના સાંસદ સંજય રાઉત વચ્ચે શરૂ થયેલો વિવાદ સતત વધી રહ્યો છે. બીએમસી દ્વારા મંગળવારે તેની ઑફિસ(મણિકર્ણિકા ફિલ્મ્સ) પર ગેરકાયદે નિર્માણની નોટિસ લગાવ્યા બાદ બુધવારે તેને તોડવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી. જો કે આના પર બૉમ્બે હાઈકોર્ટે હાલમાં રોક લગાવી દીધી છે. આ દરમિયાન સમગ્ર મુદ્દે મહારાષ્ટ્ર સરકારમાં શામેલ એનસીપી ચીફ શરદ પવારનુ મોટુ નિવેદન સામે આવ્યુ છે. શરદ પવારે કહ્યુ કે બીએમસીની કાર્યવાહીએ બિનજરૂરી રીતે(કંગનાને) બોલવાનો મોકો આપી દીધો છે.

sharad pawar

એનસીપી ચીફ શરદ પવારે બુધવારે કહ્યુ કે બીએમસીની કાર્યવાહીએ કંગના રનોતને બોલવાનો મોકો આપી દીધો છે. પવારે કહ્યુ કે મુંબઈમાં ઘણા અન્ય ગેરકાયદે નિર્માણ છે. એ જોવાની જરૂર છે કે બીએમસીના અધિકારીઓએ આ નિર્ણય કેમ લીધો? મુંબઈ પોલિસ પર સવાલ ઉઠાવનાર કંગના રનોતે કહ્યુ કે બધા જાણે છે કે મુંબઈ પોલિસ લોકોની સુરક્ષા માટે કામ કરે છે. શરદ પવારે શિવસેનાને કહ્યુ કે તમારે આ લોકો(કંગના રનોત)ને પબ્લિસિટીનો મોકો ન આપવો જોઈએ.

તમને જણાવી દઈએ કે બીએમસીનુ માનુ છે કે કંગાનાની ઑફિસમાં અલગ રીતે પાર્ટીશન કરવામાં આવ્ય છે. બાલકની એરિયાને રૂમની જેમ ઉપયોગ કરવામાં આવ્યો છે. બીએમસીનુ માનવુ છે કે ઑફિસ નિર્માણના નિયમોનુ ઉલ્લંઘન કરવામાં આવ્યુ છે. બીએમસી દ્વારા જારી કરવામાં આવેલી નોટિસમાં ગેરકાયદે નિર્માણ વિશે માહિતીઓ શેર કરવામાં આવી છે. વળી, મહારાષ્ટ્રના ગૃહમંત્રી અનિલ દેશમુખે બૉલિવુડ અભિનેત્રી કંગના રનોત વિશે કહ્યુ હતુ કે મહારાષ્ટ્ર સરકાર તેના ડ્રગ કનેક્શનની તપાસ કરશે. દેશમુખના આ નિવેદન બાદ તેમના નાગપુર સ્થિત કાર્યાલયમાં મંગળવારે એક ધમકીભર્યો કૉલ આવ્યો હતો. કાર્યાલયના એક અધિકારીએ આની માહિતી આપી છે.

દેશના યુવાનોમાં નવો ઉત્સાહ ભરશે મેડ ઈન ઈન્ડિયા શૉર્ટ વીડિયો એપ 'જોશ', ઑફિશિયલી લૉન્ચદેશના યુવાનોમાં નવો ઉત્સાહ ભરશે મેડ ઈન ઈન્ડિયા શૉર્ટ વીડિયો એપ 'જોશ', ઑફિશિયલી લૉન્ચ

English summary
BMC action has unnecessarily given opportunity to Kangana Ranaut to speak says NCP Chief Sharad Pawar.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X