મહારાષ્ટ્રના વર્ધામાં બોટ પલટી, 11 લોકો ડૂબ્યા!

આ અકસ્માત મંગળવારે સવારે 10 વાગ્યાની આસપાસ સર્જાયો હતો. સ્થાનિકો બોટ દ્વારા વર્ધા નદી પાર કરી રહ્યા હતા ત્યારે જ આ અકસ્માત થયો હતો. નદી પાસે હાજર લોકોએ તરત જ બચાવ કાર્ય શરૂ કરી પોલીસને જાણ કરી.

મંગળવારે મહારાષ્ટ્રના અમરાવતી જિલ્લામાં એક મોટો અકસ્માત થયો છે, જેમાં 11 લોકોના મોત થયા છે. અહીં વર્ધા નદીમાં બોટ પલટી જતાં 11 લોકો ડૂબ્યા હતા. અકસ્માત બાદ ત્રણ મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા છે, જ્યારે આઠ મૃતદેહોની શોધખોળ ચાલી રહી છે. અકસ્માતનો ભોગ બનેલા લોકો એક જ પરિવારના હોવાનું કહેવાઈ રહ્યું છે.

Wardha

આ અકસ્માત મંગળવારે સવારે 10 વાગ્યાની આસપાસ સર્જાયો હતો. સ્થાનિકો બોટ દ્વારા વર્ધા નદી પાર કરી રહ્યા હતા ત્યારે જ આ અકસ્માત થયો હતો. નદી પાસે હાજર લોકોએ તરત જ બચાવ કાર્ય શરૂ કરી પોલીસને જાણ કરી. માહિતી મળતા પોલીસ ઘટના સ્થળે પહોંચી અને બચાવ કામગીરી શરૂ કરી હતી. NDRF ની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી હતી. બચાવ કામગીરી દરમિયાન અત્યાર સુધીમાં ત્રણ મૃતદેહો મળી આવ્યા છે, જેમાં એક બાળકીનો પણ સમાવેશ થાય છે. પોલીસના જણાવ્યા અનુસાર આઠ લોકો હજુ પણ લાપત્તા છે, જેમની શોધખોળ ચાલુ છે.

હાલમાં બોટ ડૂબવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. સાથે જ એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે વરસાદને કારણે નદીમાં વધુ પાણી હતું, તેથી નદીની વચ્ચે બોટ પલટી ગઈ હતી.

ગયા અઠવાડિયે બુધવારે આસામના જોરહાટમાં બ્રહ્મપુત્રા નદીમાં બે પેસેન્જર બોટ ટકરાઈ હતી. IWT ના એક અધિકારીએ જણાવ્યું હતું કે બોટમાં 120 થી વધુ મુસાફરો હતા, પરંતુ તેમાંથી ઘણાને બચાવી લેવામાં આવ્યા હતા. જોરહાટના ડેપ્યુટી કમિશનર અશોક બર્મને જણાવ્યું કે અત્યાર સુધીમાં 41 લોકોને બચાવી લેવામાં આવ્યા છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X