For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આઇપીએલ સટ્ટાબાજી: સરકારી ગવાહ બન્યા અરબાઝ ખાન અને પ્રોડ્યૂસર પરાગ

બોલિવૂડ અભિનેતા અરબાઝ ખાન આઇપીએલ સટ્ટાબાજી મામલે સરકારી ગવાહ બનવા માટે તૈયાર થઇ ગયા છે.

By Prajapati Anuj
|
Google Oneindia Gujarati News

બોલિવૂડ અભિનેતા અરબાઝ ખાન આઇપીએલ સટ્ટાબાજી મામલે સરકારી ગવાહ બનવા માટે તૈયાર થઇ ગયા છે. અરબાઝ ખાન સાથે ફિલ્મ પ્રોડ્યૂસર પરાગ સંઘવી પણ સરકારી ગવાહ બનવા માટે તૈયાર થઇ ગયા છે. અરબાઝ ખાન ઘ્વારા સ્વીકાર કરવામાં આવ્યું છે કે તેમને આઇપીએલ માં સટ્ટાબાજી કરવાની સાથે સાથે આ વર્ષે એક મોટી રકમ પણ ગુમાવી છે. આઇપીએલ સટ્ટાબાજી મામલે સરકારી ગવાહ બનવા પર અરબાઝ ખાનને સજામાં છૂટ પણ મળી શકે છે. આપણે જણાવી દઈએ કે થાણે એઇસી ટીમ અરબો રૂપિયાની સટ્ટાબાજી મામલે છેલ્લા 5-6 વર્ષથી જાંચ કરી રહી છે.

arbaaz khan

અરબાઝ ખાનને પહેલા એઇસી ટીમ ઘ્વારા સમન્સ પાઠવવામાં આવ્યું હતું અને શનિવારે જાંચ દરમિયાન તેમને સટોડિયા સોનુ જાલાન સાથે મુલાકાત કરાવવામાં આવી. સોનુ જાલાન ની થાણે થી પાંચ દિવસ પહેલા જ ધરપકડ કરવામાં આવી હતી. આ પહેલા બીજા ચાર સટોડિયાની મેં મહિનામાં ધરપકડ કરવામાં આવી હતી. સોનુ જાલાન ઘ્વારા તેની ડાયરીમાં અરબાઝ ખાનનું નામ અને આઇપીએલ સટ્ટાબાજીમાં જોડાયેલા બીજા લોકોની ફોટો પણ બતાવી. સોનુ જાલાન ઘ્વારા શ્રીલંકા અને ઓસ્ટ્રેલિયા મેચ ફિક્સ કરાવી હતી. તેના માટે તેમને શ્રીલંકા જઈને પીચ ક્યૂરેટરને પૈસા આપ્યા હતા.

આ મેચમાં એક જ દિવસમાં 21 વિકેટો પડી હતી. સોનુ જાલાન ઘ્વારા વર્ષ 2016 દરમિયાન પાકિસ્તાનની એક ઘરેલુ મેચ પણ ફિક્સ કરવામાં આવી હતી. ધ્યાન આપવા જેવી બાબત છે કે સોનુ જાલાને પૂછપરછ દરમિયાન બોલિવૂડ ડાયરેક્ટર સાજીદ ખાનનું નામ પણ લીધું છે. તેને જણાવ્યું કે સાજીદ ખાન સાત વર્ષ પહેલા ક્રિકેટ મેચો પર સટ્ટો લગાવતા હતા.

English summary
Bollywood actor arbaaz khan and producer parag sanghvi to be made witness in betting case
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X