કમલ અથવા મરચું.. પણ રાખી ચોક્કસ લડશે લોકસભા ચૂંટણી!

Google Oneindia Gujarati News

આગરા, 25 માર્ચ: એકવાર ફરી આઇટમ ગર્લ રાખી સાવંત ચર્ચામાં છે. પોતાના મોફાટ નિવેદનો અને વર્તનના કારણે હંમેશા ચર્ચામાં રહેનારી ડ્રામા ક્વીન રાખીએ ઉત્તર પ્રદેશના આગરા શહેરમાં મંગળવારે જણાવ્યું કે તે ભાજપની ટિકિટ પર લોકસભા ચૂંટણી લડવા માગે છે માટે ભાજપ તેને ટિકિટ આપે.

પરંતુ જો ભાજપ તેને ટિકિટ નહીં પણ આપે તો તે અપક્ષ ચૂંટણી લડશે. રાખીએ તો ત્યાં સુધી કહી દીધું કે તે લીલા મર્ચાના ચિહ્ન સાથે પોતાની પાર્ટી પણ લોન્ચ કરી શકે છે. રાખી એક નવી શરૂઆત માટે સોમવારે જૈન સંત પુલક સાગર પાસે તેમના આશિર્વાદ લેવા આવી અને મી઼ડિયાને પોતાની યોજનાઓ અંગે જાણકારી આપી. તે આગરા જૈન સંતની સાથે એક ગુપચુપ બેઠક કરવા આવી હતી.

rakhi sawant
રાખી એક નવી પાર્ટી લોંચ કરવાની જાહેરાત એક-બે દિવસમાં કરી શકે છે. એકવાર ફરી રાખીએ જણાવ્યું કે તે ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીને ખૂબ જ પસંદ કરે છે અને ઇચ્છે છે કે તેઓ વડાપ્રધાન બને.

રાખીએ પત્રકારોને જણાવ્યું કે તેઓ ફિલ્મોમાં અભિનય કરતી રહેશે. પંરતુ માત્ર સાર્થક ભૂમિકાઓ નિભાવશે અને આઇટમ ગીત નહીં કરે. રાખીએ જણાવ્યું કે તે આઇટમ ગર્લના ઉપનામથી કંટાળી ગઇ છે હવે તે કંઇ નવું કરવા માંગે છે.

Did You know: બે વર્ષ પહેલા રાખી સાવંતનું દિલ યોગ ગુરુ બાબા રામદેવ પર આવી ગયું હતું. એક ટીવી ચેનલના ઇંટરવ્યૂ દરમિયાન રાખીએ જણાવ્યું હતું કે બાબા રામદેવ સાથે લગ્ન કરીને તેમના બાળકોની માતા બનવા માંગુ છું.

English summary
Bollywood item girl Rakhi Sawant said that she would either get a BJP ticket or contest independently in the Lok Sabha election. She could also launch a party with a green chilly as its symbol.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X