For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સંજય રાઉતની મુશ્કેલીઓ વધી, મહિલાની ફરિયાદ પર હાઈકોર્ટે આપ્યા તપાસના નિર્દેશ

બૉમ્બે હાઈકોર્ટે શિવસેના સાંસદ સંજય રાઉત સામે એક મહિલાની ફરિયાદ પર તપાસના નિર્દેશ આપ્યા છે.

|
Google Oneindia Gujarati News

મુંબઈઃ બૉમ્બે હાઈકોર્ટે શિવસેના સાંસદ સંજય રાઉત સામે એક મહિલાની ફરિયાદ પર તપાસના નિર્દેશ આપ્યા છે. હાઈકોર્ટે મુંબઈના પોલિસ કમિશ્નરને નિર્દેશ આપ્યા છે કે તે એ ફરિયાદની તપાસ કરે જેમાં મહિલાએ શિવસેના સાંસદ સંજય રાઉત અને પોતાના અલગ થયેલા પતિના ઈશારે અમુક પુરુષો દ્વારા પીછો કરવા અને ઉત્પીડન કરવાનો આરોપ લગાવ્યો છે. ન્યાયમૂર્તિ એસએસ શિંદે અને ન્યાયમૂર્તિ એનજે જમાદારની ખંડપીઠે મુંબઈ પોલિસ કમિશ્નરને 24 જૂને અદાલતમાં રિપોર્ટ રજૂ કરવા કહ્યુ છે.

sanjay raut

વ્યવસાયે મનોવૈજ્ઞાનિક એક મહિલાએ આ વર્ષે ફેબ્રુઆરી મહિનામાં કોર્ટમાં અરજી કરી હતી જેના પર સુનાવણી થઈ રહી હતી. અરજીમાં મહિલાએ દાવો કર્યો હતો કે શિવસેના નેતા અને રાજ્યસભા સભ્ય સંજય રાઉત અને મહિલનાના અલગ થઈ ચૂકેલા પતિના ઈશારે અજ્ઞાત પુરુષો દ્વારા તેનો પીછો કરવામાં આવી રહ્યો છે અને તેનુ ઉત્પીડન કરવામાં આવી રહ્યુ છે.

અરજી દાખલ કર્યા બાદ મહિલાની ધરપકડ

મહિલાના વકીલ આભા સિંહે હાઈકોર્ટને જણાવ્યુ હતુ કે અરજી દાખલ થયા બાદ હાલમાં જ મહિલાને એક કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. જેમાં એ આરોપ લગાવવામાં આવ્યો હતો કે મહિલાએ નકલી પીએચડીની ડિગ્રી મેળવી હતી. આભા સિંહે કોર્ટને કહ્યુ કે અરજીકર્તા દસ દિવસથી જેલમાં છે. હાઈકોર્ટમાં અરજી દાખલ કર્યા બાદ હવે પૂરી પોલિસ મશીનરી તેની વિરુદ્ધ લાગી ગઈ છે. આ સંપૂર્ણપણે બદલાની અને દૂર્ભાવનાપૂર્ણ કાર્યવાહી છે. જેના પર કોર્ટે કહ્યુ કે અરજીકર્તા પોતાની ધરપકડ સામે અલગથી અપીલ દાખલ કરી શકે છે. કોર્ટે કહ્યુ, 'અમે પોલિસ કમિશ્નરને અરજીમાં ઉઠાવેલી ફરિયાદોને જોવા અને યોગ્ય ઉપાય કરવાના નિર્દેશ આપીએ છીએ. પોલિસ કમિશ્નર કોર્ટને જવાબ આપશે અને 24 જૂને કેસ સાથે જોડાયેલ રિપોર્ટ સોંપશે.'

માર્ચમાં પણ થઈ હતી સુનાવણી

મહિલાએ પોતાની અરજીમાં કહ્યુ કે તેણે 2013 અને 2018માં ત્રણ ફરિયાદો નોંધાવી હતી પરંતુ હજુ સુધી ગુનેગારો સામે કોઈ કાર્યવાહી થઈ નથી. આ પહેલા આ વર્ષે માર્ચમાં જ્યારે અરજી પર સુનાવણી થઈ હતી એ વખતે રાઉતના વકીલ પ્રસાદ ઢાકેફલકરે આનો વિરોધ કર્યો અને આરોપોનુ ખંડન કર્યુ હતુ. ઢાકેલફલકરે ત્યારે કહ્યુ હુ કે અરજીકર્તા એક પારિવારિક મિત્ર છે અને શિવસેના નેતાની દીકરીની જેમ છે.

English summary
Bombay High Court direct to inquiry against sanjay raut on woman's allegation
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X