TRP કેસઃ બૉમ્બે હાઈકોર્ટથી અર્નબ ગોસ્વામીને રાહત, હવે ધરપકડ પહેલા આપવી પડશે 3 દિવસની નોટિસ
બૉમ્બે હાઈકોર્ટે મુંબઈ પોલિસને રિપબ્લિક ટીવીના સંપાદક અર્નબ ગોસ્વામી કેસમાં મોટો નિર્દેશ આપ્યો છે.
મુંબઈઃ બૉમ્બે હાઈકોર્ટે મુંબઈ પોલિસને રિપબ્લિક ટીવીના સંપાદક અર્નબ ગોસ્વામી કેસમાં મોટો નિર્દેશ આપ્યો છે. કોર્ટે કહ્યુ કે જો પોલિસને તેમની ધરપકડ કરવાની જરૂર લાગે તો 3 દિવસ પહેલા નોટિસ આપવી પડશે. હાઈકોર્ટે આ નિર્દેશ ટીઆરપી કેસમાં સુનાવણી કરતી વખતે આપ્યા. કોર્ટના આ ચુકાદા બાદ રિપબ્લિક ટીવીના સંપાદકને રાહત મળી છે.

બૉમ્બે હાઈકોર્ટના આ આદેશ બાદ મુંબઈ પોલિસ હવે અર્નબ ગોસ્વામીની ત્વરિત ધરપકડ નહિ કરી શકે. જો પોલિસને તેમની ધરપકડ કરવી હશે તો હવે ત્રણ દિવસ પહેલા નોટિસ જાહેર કરીને માહિતી આપવી પડશે. જસ્ટીસ એસએસ શિંદેની અધ્યક્ષતાવાળી બેંચે આ આદેશ આપ્યા છે. આ પહેલા ટીઆરપી કેસમાં બુધવારે હાઈકોર્ટે કોઈ દલીલ વિના કેસને સ્થગિત કરી દીધો હતો કારણકે રિપબ્લિક ટીવીના વકીલ હરીશ સાલ્વે અદાલતમાં હાજર થઈ શક્યા નહોતા અને બીજા સીનિયર વકીલ પણ કોઈ કારણે કોર્ટમાં આવી શક્યા નહોતા.
ઉલ્લેખનીય છે કે ટીઆરપી કૌભાંડ કેસમાં સુનાવણી કરતી વખતે હાઈકોર્ટે મુંબઈ પોલિસની ઝાટકણી પણ કાઢી હતી. કોર્ટે પોલિસને કહ્યુ હતુ કે ત્રણ મહિનાથી તપાસ ચાલવા છતાં તેમની પાસે રેકોર્ડ પર કોઈ પુરાવા નથી જેના આધારે અર્નબ ગોસ્વામમી અને એઆરજી આઉટલેયર મીડિયાને ટીઆરપી કૌભાંડમાં આરોપી બનાવી શકાય. તમને જણાવી દઈએ કે ગયા વર્ષે ફેક ટીઆરપી કેસ સામે આવ્યો હતો ત્યારબાદ બ્રોડકાસ્ટ ઑડિયન્સ રિસર્ચ કાઉન્સિલે ફરિયાદ નોંધાવી હતી જેમાં જણાવવામાં આવ્યુ હતુ કે અમુક સમાચાર ચેનલ ટીઆરપીમાં ગરબડ કરીને ટીવી એડથી વધુ કમાણી કરી શકે.












Click it and Unblock the Notifications
