રેડ લાઇટ વિસ્તારની યુવતી જશે અમેરિકા ભણવા!

આ શિષ્યવૃત્તિ મેળવીને તેણે હજારો-લાખો યુવતિઓ માટે એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. કમાઠીપુરાના નગર નિગમની શાળામાંથી અભ્યાસ કરનારી શ્વેતા કટ્ટીને ડગલેને પગલે સંઘર્ષ કરવો પડ્યો પરંતુ તેમણે હાર ના માની અને તેના આ જ ઉત્સાહે તેને સફળતા અપાવી.
18 વર્ષની શ્વેતા જાણીતી બોર્ડ કૉલેજમાંથી મનોવૈજ્ઞાનિકમાં ડિગ્રી કોર્સ કરશે. આ કોર્સ ઓગસ્ટમાં પ્રારંભ થશે. તેમને એક વર્ષ માટે 50 હજાર ડોલરની શિષ્યવૃત્તિ મળી છે. આ વર્ષે એપ્રિલમાં ન્યૂઝવીકની વુમેન ઇન ધ વર્લ્ડ : વુમન અંડર 25 યંગ વુમેન ટૂ વોચમાં પાકિસ્તાનની મલાલા યુસુફજઇની સાથે તેનું નામ પણ સામેલ હતું.
શ્વેતાનો ઉછેર કમાઠીપુરાના પીલા હાઉસમાં થયો. મૂળ રીતે કર્ણાટકની રહેવાસી શ્વેતાના દાદા એક વેશ્યાલય ચલાવતા હતા. તેમની દારુ પીવાની આદતના કારણે જ્યારે પરિવારને ભુખે મરવાનો વારો આવ્યો તો તેની દાદીએ તેમની બેટી(શ્વેતાની માતા)ના સારા જીવન માટે પૈતૃક ગામ મોકલી દીધી.
પરિસ્થિતિઓએ તેને દેવદાસી બનવા પર મજબૂર કરી. દેવદાસી રહેતા પણ તે એક યુવકના પ્રેમમાં પડી અને આ રીતે શ્વેતાનો જન્મ થયો. થોડો સમય રહેતા તે શ્વેતાને લઇને મુંબઇ આવી ગઇ. અત્રે શ્વેતાની માતા અન્ય એક પુરુષની સાથે લીવ ઇન રિલેશનશિપમાં રહેવા લાગી.
શ્વેતાનો જન્મ જ એવી પરિસ્થિતિમાં થયો અને ઉછેર એવા વાતાવરણમાં થયો કે જે તેને હંમેશા સામાન્ય જીવનથી ઘણું દૂર ધકેલી શકતું હતું. પરંતુ પોતાની ચોક્કસ ઓળખ ઉભી કરવાની ધગસ અને મહેનતે શ્વેતાને સામાન્ય જીવનના ખુલ્લા આકાશમાં મુક્તપણે વિહરવા માટેની એક તક બક્ષી છે.












Click it and Unblock the Notifications
