પ્રેમી પંખીડાને માર્યો ઢોર માર, વીડિયો બન્યો વાયરલ
મુંબઇ, 16 જાન્યુઆરી: મહારાષ્ટ્રના લાતુર શહેરમાં મોરલ પોલિસિંગનો એક મામલો સામે આવ્યો છે, જ્યાં એક યુવક અને યુવતીને કેટલાક લોકો એટલા માટે ઢોર માર મારી રહ્યા છે કારણ કે તેઓ એકબીજા સાથે ગાર્ડનમાં એકલા બેસ્યા હતા.

જાણકારી અનુસાર ઘટનાના સમયે 25-30 લોકો ત્યાં ઉપસ્થિત હતા, પરંતુ દરેક જણ ચુપચાપ ઊભા રહ્યા. આ વીડિયો તેમને માર મારનારાઓમાંથી જ એક શખ્શે શૂટ કર્યો હતો. આ કૃત્ય જે લોકોએ કર્યું છે તે લોકોના આજુબાજુમાં ખેતરો હોવાનું મનાય છે. આ ઇસમો પર આઇપીસીની ધારા 395 હેઠળ લાતૂરની મરૂડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધી લેવામાં આવી છે, અને આ સિલસિલામાં ત્રણ લોકોને પકડી લેવામાં આવ્યા છે, જ્યારે ત્રણ અન્ય ઇસમો ફરાર બતાવવામાં આવી રહ્યા છે.












Click it and Unblock the Notifications
