For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

BROના 43 પુલોના ઉદ્ઘાટનનો કાર્યક્રમ સ્થગિત, રેલ રાજ્યમંત્રીના નિધનના કારણે લેવાયો નિર્ણય

બીઆરઓ તરફથી નિર્મિત જે 43 પુલોનુ ઉદ્ઘાટન કરવાના હતા તેને હાલમાં સ્થગિત કરી દેવામાં આવ્યુ છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ આજે વીડિયો કૉન્ફરન્સિંગના માધ્યમથી બૉર્ડર રોડ ઑર્ગેનાઈઝેશન(બીઆરઓ) તરફથી નિર્મિત જે 43 પુલોનુ ઉદ્ઘાટન કરવાના હતા તેને હાલમાં સ્થગિત કરી દેવામાં આવ્યુ છે. સંરક્ષણ મંત્રાલય તરફથી જણાવવામાં આવ્યુ છે કે આ નિર્ણય રેલ રાજ્યમંત્રી સુરેશ અંગડીના નિધનના કારણે લેવામાં આવ્યો છે. કોવિડ-19 મહામારીના કારણે બુધવારે તેમનુ મૃત્યુ થઈ ગયુ છે.

rajnath singh

સરકારે કર્યુ રાષ્ટ્રીય શોકનુ એલાન

સરકાર તરફથી એક દિવસા રાષ્ટ્રીય શોકનુ એલાન કરવામાં આવ્યુ છે. સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ આજે ચીન બૉર્ડર પાસે અરુણાચલ પ્રદેશના તવાંગ માટે નિચિકુ ટનલની આધારશિલા પણ મૂકવાના હતા. હજુ સુધી સંરક્ષણ મંત્રાલય તરફથી એ વાતની કોઈ માહિતી આપવામાં નથી આવી કે હવે આ કાર્યક્રમ ક્યારે થશે. જે 43 પુલોનુ ઉદ્ઘાટન આજે સંરક્ષણ મંત્રી કરવાના હતા તેમાં લદ્દાખ, અરુણાચલ પ્રદેશ, સિક્કિમ, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ અને જમ્મુ કાશ્મીરમાં તૈયાર કરવામાં આવ્યા છે. બુધવારે રેલ રાજ્યમંત્રીએ એઈમ્સમાં અંતિમ શ્વાસ લીધા. 11 સપ્ટેમ્બરે તેમને કોવિડ-19ની જાણ થઈ હતી અને ત્યારબાદ તેમને ઈલાજ માટે ભરતી કરવામાં આવ્યા હતા.

તમને જણાવી દઈએ કે ભારત-ચીન સીમા વિવાદ વચ્ચે બીઆરઓએ દિવસ-રાત મહેનત કરીને આ પુલોનુ નિર્માણ કર્યુ છે. તમને જણાવી દઈએ કે આ 43 પુલોમાંથી 22 એકલા ચીન સીમા પર જવા માટે તૈયાર કરવામાં આવ્યા છે. 43 પુલોમાંથી 10 પુલ જમ્મુ કાશ્મીરમાં, 7 પુલ લદ્દાખમાં, 2 પુલ હિમાચલ પ્રદેશમાં, 4 પુલ પંજાબમાં, 8 પુલ ઉત્તરાખંડમાં, 8 પુલ અરુણાચલ પ્રદેશમાં અને 4 પુલ સિક્કિમમાં છે.

પંજાબઃ મોહાલીમાં બહુમાળી ઈમારત ધરાશાયી, બેના મોત, ઘણા ઘાયલપંજાબઃ મોહાલીમાં બહુમાળી ઈમારત ધરાશાયી, બેના મોત, ઘણા ઘાયલ

English summary
BRO Bridges inauguration by Rajnath Singh has been postponed due to state mourning.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X