For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

#Budget2017: રાહુલ ગાંધીએ કહ્યું, આ શેરો-શાયરીનું બજેટ છે

રાજકારણીય પક્ષોને મળતા ફંડના નિયમોમાં પરિવર્તન અંગે રાહુલ ગાંધીએ કહ્યું કે, તેમની પાર્ટી સરકારના એ દરેક નિર્ણયમાં તેમનો સાથ આપશે, જેનાથી પોલિટિકલ ફંડિંગમાં સુધાર અને પારદર્શકતા આવતી હોય.

By Shachi
|
Google Oneindia Gujarati News

કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી એ જનરલ બજેટ ને શેરો-શાયરીનું બજેટ ગણાવતાં કહ્યું કે, આમાં ખેડૂતોને હાથ કંઇ નથી આવ્યું. યુવાઓ માટે પણ સરકારે બજેટમાં કોઇ ખાસ કામ નથી કર્યું. આ બજેટમાં સરકાર પાસેથી આનાથી મોટી જાહેરાતોની આપેક્ષા હતી.

rahul gandhi

પોલિટિકલ ફંડિંગમાં પારદર્શકતા લાવવા સરકારનો સાથ આપવા તૈયાર

રાહુલ ગાંધીએ કહ્યું કે, 'અમને બજેટમાં ઘણી વધારે સારી ઘોષણાઓની અપેક્ષા હતી, પરંતુ કંઇ હાથ લાગ્યું નથી. આ બજેટ ખેડૂતો અને યુવાઓની વિરુદ્ધ છે, સરકારે ખેડૂતો માટે બજેટમાં કંઇ નથી કર્યું અને ના તો યુવાઓ માટે કોઇ એવી સ્કિમની જાહેરાત કરી છે જેનાથી તેમને ફાયદો થાય.' રાજકારણીય પક્ષોને મળતા ફંડના નિયમોમાં પરિવર્તન અંગે રાહુલ ગાંધીએ કહ્યું કે, તેમની પાર્ટી સરકારના એ દરેક નિર્ણયમાં તેમનો સાથ આપશે, જેનાથી પોલિટિકલ ફંડિંગમાં સુધાર અને પારદર્શકતા આવતી હોય.

બજેટ 2017: અરુણ જેટલીના યુનિયન બજેટના મુખ્ય મુદ્દા, જાણો અહીંબજેટ 2017: અરુણ જેટલીના યુનિયન બજેટના મુખ્ય મુદ્દા, જાણો અહીં

મનિષ તિવારીએ કહ્યું, માત્ર શબ્દોની માયાજાળ

તો બીજી બાજુ કોંગ્રેસ નેતા અને ભૂતપૂર્વ કેન્દ્ર મંત્રી મનિષ તિવારીએ કહ્યું કે, આ બજેટ માત્ર શબ્દોની માયાજાળ છે. બજેટમાં યુવાઓને રોજગાર આપવા અંગે કોઇ ખાસ ઘોષણા કરવામાં આવી નથી, ન તો રેલવેને ખાસ મહત્વ અપાયું છે. આ બેજટથી યોજનાઓને પ્રોત્સાહન આપવામાં સરકારના ખર્ચમાં વધારો થશે.'

English summary
Budget 2017: we were expecting fireworks instead got a damp squib says Rahul Gandhi.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X