For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Budget 2023 : બજેટમાં મહિલાઓ અને સિનિયર સિટિઝનને મોટી રાહત, જાણો શું જાહેરાત કરાઈ

ભારત સરકારે તેના છેલ્લા પુર્ણ બજેટમાં તમામ વર્ગોને સમાવવાનો પ્રયાસ કર્યો છે. બજેટમાં મહિલાઓ અને સિનિયર સિટિઝન માટે પણ મોટી જાહેરાતો કરાઈ છે.

By Desk
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી : ભારત સરકાર તરફથી સંસદમાં વિત્તમંત્રી નિર્મલા સીતારમણે વર્ષ 2023-24 માટેનું સામાન્ય બજેટ રજુ કર્યુ છે. આ બજેટમાં તમામ વર્ગોને સમાવવાનો પ્રયાસ કરાયો છે. બજેટમાં સરકારે મહિલાઓ અને સિનિયર સિટિઝન માટે પણ ઘણી મોટી જાહેરાતો કરી છે. મહિલાઓ અને સિનિયર સિટિઝન માટે બજેટમાં યોજનાઓની જાહેરાત કરાઈ છે.

Budget 2023

નાણાં મંત્રી નિર્મલા સીતારમણે બજેટમાં મહિલા બચત સન્માનપત્ર લાવવાની વાત કરી છે. આ મહિલા સન્માન બચત પ્રમાણપત્ર બે વર્ષ માટે હશે અને 2025 સુધી માન્ય રહેશે. આ યોજનાથી મહિલા કે બાળકીના નામ પર 2 લાખ રૂપિયા સુધીનું રોકાણ કરી શકાશે. આ બે વર્ષના સમયગાળા માટે હશે અને માર્ચ 2025 સુધીમાં મહિલાઓ 2 લાખ રૂપિયા સુધીના મહિલા સન્માન બચત પત્રો ખરીદી શકશે. આના પર વાર્ષિક 7.5 ટકાના દરે વ્યાજ મળશે. જો જરૂર પડે તો આ નાણાંમાથી આંશિક ઉપાડ પણ કરી શકાશે.

જાહેરાત અનુસાર, મહિલાઓ માટેની આ યોજનાથી દેશની કોઈપણ મહિલા કે યુવતી ખાતું ખોલાવી શકશે. આ અંતર્ગત નિયમો અને શરતો હવે જારી કરાશે.

બજેટમાં વિત્તમંત્રીએ સિનિયર સિટિઝન માટે પણ જાહેરાતો કરી છે. બજેટમાં સિનિયર સિટિજન માટેની બચત યોજનાઓમાં મહત્તમ જમા મર્યાદા વધારાઈ છે. હવે સિનિયર સિટિઝન બચત યોજનાઓમાં મહત્તમ જમા મર્યાદા 15 લાખથી વધીને 30 લાખ રૂપિયા જમા કરી શકશે. આ સિવાય સંયુક્ત ખાતા માટે માસિક આવક યોજના મર્યાદા બમણી કરાઈ છે. તેને વધારીને 9 લાખ અને 15 લાખ રૂપિયા કરવામાં આવી છે.

અહીં તમને જણાવી દઈએ કે, મોદી સરકારનું આ છેલ્લું પૂર્ણ બજેટ છે. વર્ષ 2024માં લોકસભા ચૂંટણી યોજાવા જઈ રહી છે ત્યારે સરકારનું વચગાળાનું બજેટ ચૂંટણી પહેલા ફેબ્રુઆરી 2024માં આવશે. સામાન્ય રીતે સરકાર વચગાળાના બજેટમાં કોઈ નીતિ વિષયક નિર્ણય લેતી નથી.

English summary
Budget 2023: Big announcement to women and senior citizens in the budget
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X