Budget 2025 for Education : વિદ્યાર્થીઓ માટે બજેટમાં શું? IIT થી લઈને મેડિકલ કોલેજો માટે મોટી જાહેરાત
Budget 2025 for Education : નાણાં મંત્રી નિર્મલા સીતારામણે રજૂ કરેલા બજેટ 2025 માં શિક્ષણ, સ્કીલ ડેવલોપમેન્ટ અને ટેકનોલોજી ઇનોવેશન પર ખાસ ધ્યાન અપાયુ છે.
સરકારનો ઉદ્દેશ્ય આધુનિક શિક્ષણ વ્યવસ્થાને મજબૂત બનાવવાનો અને વિદ્યાર્થીઓને ભવિષ્ય માટે તૈયાર કરવાનો છે.

ઉચ્ચ શિક્ષણમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ને વધુ અસરકારક બનાવવા ઘણી મહત્વપૂર્ણ જાહેરાતો કરવામાં આવી છે. AI અને નવી ટેકનોલોજી ના ઉપયોગથી શિક્ષણની ગુણવત્તામાં સુધારો થશે, જેનાથી વિદ્યાર્થીઓ વૈશ્વિક સ્પર્ધામાં આગળ વધી શકશે અને દેશની પ્રગતિમાં યોગદાન આપી શકશે.
AI માટે રાષ્ટ્રીય સેન્ટર ઓફ એક્સેલન્સ
નાણાં મંત્રીએ શિક્ષણ ક્ષેત્રે AI ને મજબૂત બનાવવા પાંચ રાષ્ટ્રીય સેન્ટર ઓફ એક્સેલન્સ સ્થાપિત કરવાની જાહેરાત કરી. આ સેન્ટર્સ વિશ્વ સ્તરની ભાગીદારીથી વિકસાવવામાં આવશે, જેનાથી ભારતીય શૈક્ષણિક અને સંશોધન સંસ્થાઓ ખાસ કરીને IIT માં નવીનતા અને ટેક્નોલોજીકલ વિકાસ પ્રોત્સાહિત થશે.
IIT ની 6500 નવી સીટો
સરકારે 2014 પછી સ્થપાયેલી પાંચ IITs ના મૂળભૂત માળખાંના વિસ્તરણમાં રોકાણ કરવાનો નિર્ણય કર્યો છે. આ પગલાથી 6500 નવા વિદ્યાર્થીઓ માટે પ્રવેશની તકો ઉપલબ્ધ થશે. આ સાથે જ IIT પટનાના શૈક્ષણિક અને સંશોધન વિકાસ માટે વિશેષ યોજના લવાશે.
10 હજાર નવી મેડિકલ બેઠકો
મેડિકલ ક્ષેત્રમાં પણ સરકારએ મોટા નિર્ણયો લીધા છે. નાણાં મંત્રીએ દેશભરના મેડિકલ કોલેજો અને હોસ્પિટલોમાં 10,000 નવી મેડિકલ બેઠકો ઉમેરવાની જાહેરાત કરી છે. આ પગલાથી હેલ્થ એજ્યુકેશન મજબૂત બનશે અને વધુ વિદ્યાર્થીઓ માટે મેડિકલ ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા તક મળશે.
ભવિષ્ય માટે તૈયાર Workforce
આ બદલાવ ભારતના ભવિષ્ય માટે એક સશક્ત workforce તૈયાર કરવા માટે મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે. ખાસ કરીને AI શિક્ષણ, IITs ના વિસ્તરણ અને મેડિકલ સીટોની વધારાની સાથે, શિક્ષણ ક્ષેત્રમાં મોટો પરિવર્તન જોવા મળશે.
-
Gold Rate Today: 18 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
Petrol Diesel Price: 18 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather Today: યુપી-એમપી સહિત 6 રાજ્યોમાં વરસાદની આશંકા, રાજસ્થાનમાં હીટવેવનું એલર્ટ જાહેર -
IPL 2026 : સનરાઈઝર્સની કમાન ઈશાન કિશના હાથમાં, સ્ટેન્ડઈન કેપ્ટન નિયુક્ત -
IPL 2026 First Match: પહેલી મેચ ક્યારે અને ક્યાં રમાશે? આ બે ટીમો વચ્ચે થશે પ્રથમ મુકાબલો -
ગરમી વચ્ચે માવઠાની આફત, આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી -
રાહુલ ગાંધી ગુજરાતના પ્રવાસે આવશે, જાણો પુરો કાર્યક્રમ -
અશાંત ધારામાં મોટા ફેરફાર: વિધાનસભામાં રજૂ થશે નવું સુધારા વિધેયક -
ગુજરાતમાં જલ્દી બદલાઈ જશે લગ્ન અને લીવ ઈનના નિયમો, અહેવાલ સોંપાયો -
ગેસ પુરવઠો ખોરવાતા મોરબી સિરામિક ઉદ્યોગમાં વેકેશનની જાહેરાત, આટલા દિવસ બંધ રહેશે -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાના ભાવમાં સતત ઘટાડો, જાણો 10 ગ્રામનો લેટેસ્ટ રેટ -
જામનગર પંથકમાં કમોસમી વરસાદ, કાલથી આ જિલ્લાઓમાં આગાહી












Click it and Unblock the Notifications
