For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Budget Session 2021: આજે સંસદમાં હોબાળાના અણસાર, રાજ્યસભામાં ત્રણ સાંસદોએ આપ્યો સ્થગન પ્રસ્તાવ

રાજ્યસભામાં ત્રણ સાંસદોએ કૃષિ કાયદા સામે કાર્ય સ્થગન પ્રસ્તાવ આપ્યો છે.

|
Google Oneindia Gujarati News

3 Opposition leaders give suspension of business notices in Rajya Sabha over farm laws: નવી દિલ્લીઃ સંસદનુ બજેટ સત્ર ચાલી રહ્યુ છે. સોમવારે નાણામંત્ર નિર્મલા સીતારમણે સામાન્ય બજેટ રજૂ કર્યુ હતુ. આ પહેલા શુક્રવારે બજેટ સત્રની શરૂઆત રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના અભિભાષણથી થઈ હતી. જેનો બહિષ્કાર કોંગ્રેસ સહિત 18 પક્ષોએ કર્યો હતો. આજે રાષ્ટ્રપતિના અભિભાષણ પર આભાર પ્રસ્તાવ પર ચર્ચા થશે પરંતુ આ પહેલા જ રાજ્યસભામાં ત્રણ સાંસદોએ કૃષિ કાયદા સામે કાર્ય સ્થગન પ્રસ્તાવ આપ્યો છે. જેના કારણે આજે સંસદમાં જોરદાર હોબાળાના અણસાર છે. તમને જણાવી દઈએ કે જે ત્રણ સાંસદોએ સ્થગન પ્રસ્તાવ આપ્યો છે તેમના નામ છે વિપક્ષ નેતા ગુલાન નબી આઝાદ, કોંગ્રેસ સાંસદ દીપેન્દ્ર હુડ્ડા અને રાજદ સાંસદ મનોજ ઝા. આ ત્રણ નેતાઓએ નિયમ 267 હેઠળ સ્થગન પ્રસ્તાવ આપ્યો છે.

parliament

આજે રાજ્યસભામાં રજૂ થશે આ બિલ

તમને જણાવી દઈએ કે બજેટ સત્રમાં આજે રાજ્યસભામાં મુખ્ય બંદર ઑથોરિટી બિલ 2020(Major Port Authorities Bill, 2020), મેડિકલ ટર્મિનેશન ઑફ પ્રેગ્નેન્સી(સુધારા) બિલ, 2020 (Medical Termination of Pregnancy (Amendment) Bill, 2020) અને નેશનલ કમિશન ફૉર એલાઈડ એન્ડ હેલ્થ કેર પ્રોફેશનલ બિલ, 2020 રજૂ કરવામાં આવશે.

નવી કૃષિ કાયદા માટે થઈ શકે છે હોબાળો

ઉલ્લેખનીય છે કે કેન્દ્ર સરકાર ગયા વર્ષે જૂનમાં ત્રણ નવા કૃષિ કાયદા લઈને આવી હતી જેમાં ત્રણ નવા કૃષિ કાયદો લઈને આવી હતી. જેમાં સરકારી મંડીઓની બહાર ખરીદી, કરાર ખેતીને મંજૂરી આપવા અને ઘણા અનાજો અને દાળોની ભંડાર સીમા ખતમ કરવા જેવી જોગવાઈ કરવામાં આવી છે. આ માટે ખેડૂત જૂન મહિનાથી સતત આંદોલનરત છે અને આ કાયદાનો પાછો લેવાની માંગ કરી રહ્યા છે. ખેડૂતોનુ આંદોલન જૂન, 2020થી નવેમ્બર સુધી મુખ્ય રીતે હરિયાણા અને પંજાબમાં ચાલી રહ્યુ હતુ.સરકાર તરફથી પ્રદર્શન પર ધ્યાન ન આપવાની વાત કહીન 26 નવેમ્બરે ખેડૂતોએ દિલ્લી માટે કૂચ કરી દીધી. ત્યારબાદ 26 નવેમ્બર, 2020થી દેશભરના ખેડૂત દિલ્લી અને હરિયાણાને જોડતી સિંધુ બૉર્ડર, ટિકરી બૉર્ડર, ગાઝીપુર બૉર્ડર અને દિલ્લીની બીજી બૉર્ડર પર ધરણા આપી રહ્યા છે.

મદૂરાઈમાં નિર્માણાધીન ઈમારતમાં દૂર્ઘટના, 3 મજૂરોના મોતમદૂરાઈમાં નિર્માણાધીન ઈમારતમાં દૂર્ઘટના, 3 મજૂરોના મોત

English summary
Budget Session 2021: 3 Opposition leaders give suspension of business notices in Rajya Sabha over farm laws.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X