નવી દિલ્હીઃ ગુરુવારથી જ વચગાળાના બજેટ સત્રનો પ્રારંભ થઈ રહ્યો છે. વર્તમાન મોદી સરકારનું આ અંતિમ સંસદ સત્ર હશે. જેની શરૂઆત ગુરુવારે રાષ્ટ્રપતિ કોવિંદના બંને સદનમાં સંબોધનની સાથે જ થવા જઈ રહી છે. જ્યારે પીએમ મોદીએ પહેલા બજેટ સત્ર અગાઉ તમામ દળોને અપીલ કરી છે કે તેઓ ચર્ચામાં ભાગ લે. તેમણે કહ્યું કે તમામ મહત્વપૂર્ણ મુદ્દા પર ચર્ચા માટે સરકાર તૈયાર છે. દરેક ક્ષણની અપડેટ અહીં વાંચો...
Jan 31, 2019 2:13 PM
સરકાર લોકોના બોનસથી થતી બચત પર પણ ફરેબદલ કરી શકે છે અને સેક્શન 80ની સીમા મર્યાદા વધારી શકે છે.
Jan 31, 2019 1:01 PM
ઉત્તર પૂર્વના રાજ્યો માટે અલગ મંત્રાલય હોય અથા આદિવાસી કલ્યાણ મંત્રાલય, સર્વ શિક્ષા અભિયાન હોય કે સ્વર્ણિમ ચતુર્ભુજ દ્વારા દેશના હજારો રસ્તાઓને જોડવાનું અભિયાન, આ બધું જ અટલજીની દેણ છેઃ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ
Jan 31, 2019 1:01 PM
પાછલા સાડા ચાર વર્ષોમાં સરકારની ગ્રામીણ આવાસ યોજનાઓ અંતર્ગત 1 કરોડ 30 લાખથી વધુ ઘરોનું નિર્માણ કરવામાં આવી ચૂક્યું છે. જ્યારે વર્ષ 2014ના પહેલા પાંચ વર્ષમાં માત્ર 25 લાખ ઘરોનું નિર્માણ થયું હતુંઃ રાષ્ટ્રપતિ
Jan 31, 2019 1:01 PM
એનડીએના તમામ ઘટકદળોની સદનમાં આજે બેઠક યોજાશે.
Jan 31, 2019 1:01 PM
કૃષિ ઉપકરણ અને વિજ ખરીદવાને લઈ બજારમાં કૃષિ ઉત્પાદન પહોંચાડવા અને વેચવા સુધીની સમગ્ર પ્રક્રિયામાં ખેડૂતોને વધુ સુવિધા અને સહાયતા મળે તે જ સરકારની પ્રાથમિકતા છેઃ રાષ્ટ્રપતિ
Jan 31, 2019 1:01 PM
મારી સરકાર દેશના ખેડૂતોની આવક બેગણી કરવા માટે દિવસ-રાત પ્રયત્નશીલ છે. ખેડૂતોની દરેક જરૂરિયાતને સમજતા તેમની સમસ્યાઓનું સ્થાયી સમાધાન માટે સરકાર પ્રયાસ કરી રહી છેઃ રાષ્ટ્રપતિ
Jan 31, 2019 1:00 PM
દરેક માતા-પિતાનું સપનું હોય છે કે તેમના સંતાનો સારી રીતે વાંચ-લખીને જીવનમાં આગળ વધે. ઉચ્ચ સ્તરીય પ્રોફેશનલ એજ્યુકેશનના અવસર વધારવા માટે સરકાર નવી શિક્ષણ સંસ્થાઓની સ્થાપના કરી રહી છે અને 7 IIT, 7 IIM, 14 IIIT,1 NIT અને 4 NIDની સ્થાપના કરવા જઈ રહી છેઃ રાષ્ટ્રપતિ
Jan 31, 2019 1:00 PM
નાગરિકતા સંશોધન બિલ દ્વારા એવા પીડિતો માટે ભારતની નાગરિકતા પ્રાપ્ત કરવી સહેલી થઈ જશે જે ઉત્પિડનને કારણે પલાયન કરી ભારત આવવા મજબૂત થયા છે. આમાં તેમનો કોઈ વાંક નથી પરંતુ તેઓ પરિસ્થિતિઓનો શિકાર થયા છેઃ રાષ્ટ્રપતિ
Jan 31, 2019 1:00 PM
સમાજમાં વ્યાપ્ત દરેક પ્રકારના અભાવ અને અન્યાયને સમાપ્ત કરવાની સંવેદનશીલ સોચની સાથે મારી સરકારે સામાજિક અને આર્થિક ન્યાય માટે કાયદા વ્યવસ્થામાં સમુચિત પરિવર્તનનો પ્રયાસ કર્યો છે- રામનાથ કોવિંદ
Jan 31, 2019 1:00 PM
સરકારે લગભગ 8 કરોડ એવાં નામોને લાભાર્થીઓની યાદીમાંથી હટાવ્યાં છે, જે હકીકતમાં હતાં જ નહિં અને ડમી નામથી જનતાના ધનને લૂંટી રહ્યા હતા- રાષ્ટ્રપતિ
Read More
For Breaking News from Gujarati Oneindia.Get instant news updates throughout the day.
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more