For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સંસદમાં બજેટ સત્રનો પ્રારંભ, સરકારને મોંઘવારી મુદ્દે ઘેરતી વિપક્ષ

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 7 જુલાઇ: સંસદનું બજેટ સત્ર સોમવારથી શરૂ થઇ રહ્યુ છે. જેમાં નવનિયુક્ત એનડીએ સરકારનું પહેલું બજેટ નાણામંત્રી અરૂણ જેટલી 10 જુલાઇના રોજ રજૂ કરશે. આઠ જુલાઇના રોજ સંસંદમાં રેલ બજેટ રજૂ કરવામાં આવશે, જ્યારે 9 જુલાઇના રોજ આર્થિક સર્વેક્ષણ જારી કરવામાં આવશે. બીજી તરફ મોંઘવારીના મુદ્દા પર સરકારને ઘેરવાની તૈયારીમાં છે. બજેટ સત્ર 14 જુલાઇ સુધી ચાલશે અને આ દરમિયાન 28 બેઠકો મળશે, જેમાં 168 કલાકના કામકાજ માટે ઉપલબ્ધ થશે.

સરકારે જણાવ્યું છે કે તેઓ સંસદમાં કોઇ પણ મુદ્દા પર ચર્ચા કરવા માટે તૈયાર છે. સંસદીય કાર્યમંત્રી વેંકૈયા નાયડૂએ રોધપક્ષને અપીલ કરી છે કે સંસદની કાર્યવાહી અને તેની ગરીમા યથાવત રાખવામાં સભ્યો સરકારની મદદ કરે.

budget
બજેટ સત્ર દરમિયાન સંસદના સંચાલન પર મંત્રણા માટે લોકસભા અધ્યક્ષ સુમિત્રા મહાજન દ્વારા શનિવારે બોલાવવામાં આવેલી વિભિન્ન રાજનૈતિક દળોની બેઠકમાં વિરોધ પાર્ટીઓએ તેમને સંસદના યોગ્ય સંચાલનમાં સહયોગ કરવાનો વિશ્વાસ આપ્યો છે.

બીજી બાજું વિરોધ પક્ષો સોમવારથી શરૂ થવા જઇ રહેલા સંસદના બજેટ સત્ર દરમિયાન મોંઘવારીના મુદ્દા પર સરકારને ઘેરવાની તૈયારીમાં છે. વિરોધ પક્ષે જણાવ્યું કે તેઓ સત્ર દરમિયાન મોંઘવારી અને રેલવે ભાડામાં કરવામાં આવેલા ભાવ વધારાના મુદ્દાને ઊઠાવશે.

વેંકૈયા નાયડૂએ જણાવ્યું કે કેટલીક વિપક્ષી પાર્ટીઓએ જણાવ્યું કે મૂલ્ય વૃદ્ધી અને રેલવે ભાડા વધારાનો મામલો ઉઠાવશે. કેટલીંક પાર્ટીઓએ શ્રીલંકા દ્વારા ભારતીય માછીમારોની ધરપકડ કરવાનો મુદ્દો પણ ઉઠાવવાની વાત કહી છે. તેમણે જણાવ્યું કે વિદેશ મંત્રી સુષમા સ્વરાજ ઇરાકમાં ભારતીયોની સ્થિતિ પર બંને ગૃહમાં નિવેદન આપશે.

English summary
Budget term start from today in parliament.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X