Buxar Train Accident: બક્સરમાં નૉર્થ ઈસ્ટના 21 ડબ્બા ખડી પડ્યા, 4ના મોત, 100થી વધુ ઘાયલ, હેલ્પલાઈન નંબર જાહેર
North East Train Derailed: બિહારના બક્સરમાં બુધવારે રાત્રે એક મોટો ટ્રેન અકસ્માત થયો હતો. આનંદ વિહાર ટર્મિનલથી કામાખ્યા જતી નોર્થ ઈસ્ટ સુપરફાસ્ટ ટ્રેન પાટા પરથી ઉતરી ગઈ હતી. ટ્રેનના 21 ડબ્બા પાટા પરથી ખડી પડ્યા હતા. જેના કારણે મોટો અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માત બિહારના બક્સર જિલ્લાના રઘુનાથપુર રેલવે સ્ટેશન પર થયો હતો.
બક્સરના ડીએમ અંશુલ અગ્રવાલે પુષ્ટિ કરી છે કે અકસ્માતમાં 4 લોકોના મોત થયા છે અને 100થી વધુ લોકો ઘાયલ થયા છે. તેમને સારવાર માટે હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. બક્સરના એસપી મનીષ કુમારે જણાવ્યું કે ઘાયલોને બચાવી લેવામાં આવ્યા છે. લગભગ 100 લોકો ઘાયલ છે અને તેમને હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે.

ભોજપુરના ડીએમ રાજ કુમારે કહ્યું કે બક્સરના રઘુનાથપુરમાં ટ્રેન પાટા પરથી ઉતરી જવાની માહિતી મળતા જ જિલ્લા વહીવટીતંત્ર એલર્ટ મોડ પર છે. અમે 15 એમ્બ્યુલન્સ, 4-5 બસ મોકલી છે. SDRFની ટીમ મોકલવામાં આવી છે. ઘાયલોને સારવાર માટે તમામ જરૂરી વ્યવસ્થા કરવામાં આવી છે. ડૉક્ટરોને બોલાવવામાં આવ્યા છે. બ્લડ બેંક ખોલવામાં આવી છે.
નૉર્થ ઈસ્ટ એક્સપ્રેસ ટ્રેનના પાટા પરથી ઉતરી જવાની ઘટના પર સીપીઆરઓ બિરેન્દ્ર કુમારે કહ્યું કે ઘણા લોકો ઘાયલ થયા છે. સ્થાનિક લોકો અને જિલ્લા પ્રશાસને તેમને બચાવ્યા છે. ગંભીર રીતે ઘાયલ લોકોને પટના એઈમ્સમાં રિફર કરવામાં આવ્યા છે. રેલવે અધિકારીઓ સ્થળ પર હાજર છે. ટ્રેનોને બે રૂટ પરથી ડાયવર્ટ કરવામાં આવી રહી છે. સ્થાનિક જિલ્લા પ્રશાસન તરફથી માહિતી મળી છે કે લગભગ 100 લોકો ઘાયલ થયા છે. રેલવે અને પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે હાજર છે. બચાવ કામગીરી ચાલી રહી છે.
ડેપ્યુટી સીએમ તેજસ્વી યાદવે જણાવ્યું કે દિલ્હીથી કામાખ્યા જઈ રહેલી નોર્થ ઈસ્ટ સુપરફાસ્ટ ટ્રેનને અકસ્માત નડ્યો. તે બક્સર પાસે ક્રેશ થઈ ગઈ. મેં અધિકારીઓ, ડીએમ અને તબીબી અધિકારીઓ સાથે વાત કરી છે. એલર્ટ જારી કરવામાં આવ્યું છે અને સુરક્ષા દળો તૈનાત છે. એનડીઆરએફ અને એસડીઆરએફ તૈનાત કરવામાં આવી છે. અમારી પ્રાથમિકતા જીવન બચાવવા અને ઘાયલોને સારવાર આપવાની છે.
કટિહાર રેલવે મંડળ દ્વારા હેલ્પલાઈન નંબર પણ જાહેર કરવામાં આવ્યા છે.
(1) કટિહાર રેલવે સ્ટેશન- 9608815880
(2) બારસોઈ રેલવે સ્ટેશન- 7541806358
(3) કિશનગંજ રેલવે સ્ટેશન -7542028020
(4) અલીપુરદ્વાર સ્ટેશન સ્ટેશન - 9002052957/03564/270871/270870/253498
(5) રંગિયા રેલવે સ્ટેશન - 9287998166
(6) બરપેટા રોડ રેલવે સ્ટેશન - 9287998173
(7) કામાખ્યા રેલવે સ્ટેશન - 0361-2674857
(8) ગુવાહાટી રેલવે સ્ટેશન - 0361-2731621/22/23
(9) લુમડિંગ રેલવે સ્ટેશન - 95951759173
(9) રેલવે સ્ટેશન 57555984
તમે આ નંબરો પર પણ સંપર્ક કરી શકો છો.
પટના - 9771449971
દાનાપુર - 8905697493
આરા - 8306182542
પ્રયાગરાજ - 0532-2408128, 0532-2407353, 0532-2408149, 0532-2408149, 0532-2408149, 0532-2408149,
ફતેહપુર - - 05180-222026, 05180-222025, 05180-222436
કાનપુર - 0512-2323016, 0512 -2323018,...
#WATCH | North East Express train derailment | Buxar DM Anshul Agarwal says, "We have received confirmation that about 4-5 people have died." https://t.co/KGKSZKGp84 pic.twitter.com/7UdaA6M8xb
— ANI (@ANI) October 11, 2023












Click it and Unblock the Notifications
