50-60 મંત્રી આજે લેશે શપથ, 8-10 સહયોગી પક્ષોને પણ મળશે મંત્રીમંડળમાં જગ્યા
આજે પીએમ મોદી સાથે તેમની કેબિનેટના તમામ મંત્રી પણ શપથ લેશે. એવામાં દરેકની નજર એના પર બનેલી છે કે આ વખતે કયા સાંસદોને મંત્રીમંડળમાં જગ્યા મળે છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે એક વાર ફરીથી પ્રધાનમંત્રી પદના શપથ લેશે. આ પહેલા પીએમ મોદી ઈન્ડિયા ગેટ સ્થિત નેશનલ વૉર મેમોરિયલ પહોંચ્યા અને જવાનોને શ્રદ્ધાંજલિ આપી. આ દરમિયાન સંરક્ષણ મંત્રી નિર્મલા સીતારમણ, આર્મી ચીફ બિપિન રાવત, નેવી ચીફ એડમિરલ સુનીલ લાંબા અને વાયુસેનાના વી સી એર માર્શલ એર કે એસ ભદોરિયા પણ પીએમ સાથે હાજર હતા. પ્રધાનમંત્રી મોદીએ મહાત્મા ગાંધી અને પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીને પણ શ્રદ્ધાંજલિ આપી. જોવાની વાત એ છે કે આજે પીએમ મોદી સાથે તેમની કેબિનેટના તમામ મંત્રી પણ શપથ લેશે. એવામાં દરેકની નજર આના પર બનેલી છે કે આ વખતે કયા સાંસદોને મંત્રીમંડળમાં જગ્યા મળે છે.

મંત્રીમંડળની પસંદગી પહેલા ઘણી બેઠક
ભાજપ અધ્યક્ષ અમિત શાહે પીએમ મોદી સાથે બે વાર મુલાકાત કરી અને તમામ નામો પર ચર્ચા કરી. બંને વચ્ચે ઘણા કલાકો સુધી મેરેથોન બેઠક ચાલી જેમાં એ વાત પર ચર્ચા કરવામાં આવી કે કયા મંત્રીઓને આગળ પણ જાળવી રાખવાના છે અને કયા નવા ચહેરાઓને મંત્રીમંડળમાં જગ્યા આપવામાં આવે. બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર, કેન્દ્રીય મંત્રી નરેન્દ્ર સિંહ તોમર, અર્જૂન રામ મેઘવાળે પણ અમિત શાહ સાથે મુલાકાત કરી. સાથે જ પીએમ મોદીના મુખ્ય સચિવ નૃપેન્દ્ર મિશ્રા અને એડિશનલ સચિવ પી કે મિશ્રાએ પણ અમિત શાહ સાથે મુલાકાત કરી. માનવામાં આવી રહ્યુ છે કે આ લોકો સાથે આ મુલાકાત શપથ ગ્રહણના કાર્યક્રમના આયોજન માટે કરવામાં આવી છે.

8-10 સહયોગીઓને મળી શકે છે જગ્યા
સૂત્રોની માનીએ તો અમિત શાહ આ વખતે મંત્રીમંડળમાં શામેલ થઈ શકે છે. આ સાથે જ ભાજપ સંગઠનના અમુક નેતાઓને પણ મંત્રીમંડળમાં સ્થાન મળી શકે છે. સૂત્રો અનુસાર પશ્ચિમ બંગાળ અને ઓડિશાથી પણ સાંસદોને મંત્રી બનાવવામાં આવી શકે છે. સૂત્રોની માનીએ તો આજ સુધી લગભગ 50-60 મંત્રી શપથ લેશે જેમાં 8-10 મંત્રી સહયોગી દળોના હોઈ શકે છે. મહારાષ્ટ્ર, ઝારખંડ, હરિયાણાની આવતી વિધાનસભા ચૂંટણીને જોતા અહીંના સાંસદોને મોટુ પ્રતિનિધિત્વ મળી શકે છે. તમને જણાવી દઈએ કે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ આજે યોજાનાર શપથ ગ્રહણ સમારંભનું આયોજન કરાવશે.

આ લોકોને આવ્યો પીએમઓમાંથી ફોન
તમને જણાવી દઈએ કે અત્યાર સુધી ઘણા સાંસદોને પીએમઓમાંથી ફોન આવી ચૂક્યો છે. જે લોકોને ફોન આવ્યો છે તેમાં રાજનાથ સિંહ, પિયુષ ગોયલ, નિતિન ગડકરી, રવિશંકર પ્રસાદ, મુખ્તાર અબ્બાસ નકવી, જિતેન્દ્ર સિંહ, ધર્મેન્દ્ર પ્રધાન, કિરણ રિજિજુ, નિર્મલા સીતારમણ, પ્રકાશ જાવડેકર, સ્મૃતિ ઈરાની, બાબુલ સુપ્રિયો, અર્જૂન મેઘવાળ, સદાનંદ ગૌડા, ગિરિરાજ સિંહ, સંજીવ બાલિયાન રાવ, ઈન્દ્રજીત સિંહ શામેલ છે.












Click it and Unblock the Notifications
