મંત્રીમંડળ વિસ્તરણ: "ખૂંટો બદલવાથી શું ભેંસ વધારે દૂધ આપશે?"
રવિવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મંત્રીમંડળ વિસ્તરણની પ્રક્રિયા પૂર્ણ થઇ હતી. 4 મંત્રીઓની પદોન્નતિ થઇ છે અને 9 નવા મંત્રીઓ મંત્રીમંડળમાં ઉમેરાયા છે અને આ સાથે જ પીએમ મોદી અને ભાજપ અધ્યક્ષ અમિત શાહે 2019ની તૈયારીના સંકેતો આપ્યા છે. જો કે, બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમારના પક્ષ જેડીયુને વડાપ્રધાનના મંત્રીમંડળમાં સ્થાન નથી મળ્યું. આ અંગે આરજેડી સુપ્રીમો લાલુ પ્રસાદ યાદવે પીએમ મોદી અને નીતીશ કુમાર પર વ્યંગ કર્યો છે.
લાલુ પ્રસાદ યાદવે આ અંગે ટ્વીટ કરતાં કહ્યું કે, ખૂંટો બદલવાથી શું ભેંસ વધારે દૂધ આપશે? નીતીશ કુમાર પર નિશાન સાધતાં લાલુ પ્રસાદ યાદવે કહ્યું કે, નીતીશ બે નાવડીની સવારી કરી રહ્યાં છે અને પોતાની જ ચાલાકીમાં ફસાઇ ગયા છે. પોતાના ઝૂંડથી છૂટા પડી ગયેલા વાંદરાને કોઇ નથી પૂછતું. જે પોતાના જ લોકો દગો આપે, તેના બીજા પણ અપનાવતા નથી. મંત્રીમંડળ વિસ્તરણ બાદ વિવિધ ટ્વીટ કરીને તેમણે નીતીશ કુમાર પર વ્યંગ કર્યો હતો.
दो नाव पर चलना और टांग फट कर मरना..
— Lalu Prasad Yadav (@laluprasadrjd) September 3, 2017
नीतीश दो नाव की सवारी कर रहे हैं. ये अपनी ही चालाकी में फंस गए।
ગત મહિને નીતીશ કુમાર બિહારમાં મહગઠબંધનની સરકાર તોડી એનડીએ સાથે જોડાયા હતા. આથી મંત્રીમંડળ ફેરબદલ અને વિસ્તરણમાં જેડીયુના નેતાઓને સ્થાન મળશે એમ માનવામાં આવી રહ્યું હતું. પરંતુ નવા મંત્રીમંડળની સૂચિમાં જેડીયુ અને શિવસેનાના નેતાઓનો સમવેશ કરવામાં નથી આવ્યો આ જ કારણે કેટલાક લોકો આને એનડીએ નહીં, પરંતુ ભાજપનું મંત્રીમંડળ વિસ્તરણ કહી રહ્યાં છે.