For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કોંગ્રેસ કોર ગ્રુપમાં વિવાદિત ખરડાને પાછો લેવાનો નિર્ણય: સૂત્ર

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 2 ઓક્ટોબર: કલંકિત નેતાઓ અને સંસદોને બચાવનાર વિવાદિત ખરડાને લઇને આજે વડાપ્રધાન આવાસમાં કોંગ્રેસ કોર ગ્રુપની એક બેઠક થઇ હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર બેઠકમાં આ વિવાદિત અધ્યાદેશને પરત લેવા પર સહમતિ બની ગઇ છે. બેઠકમાં વડાપ્રધાન મનમોહન સિંહ, કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી, અહેમદ પટેલ અને ગૃહમંત્રી સુશિલ કુમાર શિંદે હાજર હતા.

રક્ષામંત્રી એકે એંટની અને નાણામંત્રી ચિદમ્બરમ હાજર ન હતા. હવે થોડીવારમાં વડાપ્રધાન મનમોહન સિંહ ખરડા પર રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી સાથે મુલાકાત કરશે. ત્યારબાદ સાંજ સુધી કેબિનેટની બેઠક યોજાશે.

rahul-manmohan

આ પહેલાં કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ આજે વડાપ્રધાન મનમોહન સિંહ સાથે મુલાકાત કરી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર આ મુલાકાતમાં રાહુલ ગાંધીએ ખરડા વિવાદ પર વડાપ્રધાન સમક્ષ અફસોસ વ્યક્ત કર્યો હતો. લોકોમાં આ ખરડા વિરૂદ્ધ ગુસ્સો છે. તેમની મુલાકાત લગભગ 25 મિનિટ સુધી ચાલશે. સૂત્રોના જણાવ્યા અનુસાર વડાપ્રધાન સંતુષ્ટ છે અને તેમને રાહુલની વાત માની લીધી છે. મળતી માહિતી મુજબ બેઠકમાં આ ખરડાને પરત લેવામાં આવી શકે છે.

English summary
The Congress Core Group, which met shortly after Congress vice president Rahul Gandhi held discussions with Prime Minister Manmohan Singh, on Wednesday favoured withdrawal of the Ordinance which will protect convicted lawmakers from immediate disqualification.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X