કેડબરી ચૉકલેટ એક વાર ફરીથી જાહેરાતના કારણે ચર્ચામાં, 90sની એડમાં આપ્યો ટ્વિસ્ટ, જુઓ Video

કેડબરી ડેરી મિલ્કે શરૂઆતથી જ પોતાની જાહેરાતોથી લોકોનુ ધ્યાન ખેંચ્યુ છે. કેડબરી ચૉકલેટની દરેક એડ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.

નવી દિલ્લીઃ કેડબરી ડેરી મિલ્કે શરૂઆતથી જ પોતાની જાહેરાતોથી લોકોનુ ધ્યાન ખેંચ્યુ છે. કેડબરી ચૉકલેટની દરેક એડ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. કેડબરી ડેરી મિલ્કની જાહેરાત ફરીથી સોશિયલ મીડિયા પર ચર્ચામાં છે. ચૉકલેટ બ્રાંડે પોતાના 90ના દશકની પ્રતિષ્ઠિત જાહેરાતોમાં એક નવુ ટ્વિટસ્ટ આપીને મહિલાઓના વિકાસ પર જોર આપ્યુ છે. કેડબરી ચૉકલેટે 1994માં એક જાહેરાત લૉન્ચ કરી હતી જેમાં એક વાદળી રંગની ડ્રેસ પહેરેલી યુવતીને કેડબરી ચૉકલેટ ખાતી બતાવવામાં આવી છે અને તે પોતાના પ્રેમીને મેદાન પર ક્રિકેટ રમતા જુએ છે. તે જેવો વિનિંગ સ્કોર બનાવે છે કે તરત જ યુવતી મેદાનની સિક્યોરિટી વચ્ચેથી ભાગીને મેદાનમાં પહોંચી જાય છે અને દિલ ખોલીને નાચે છે. આ એડને હવે કેડબરી ડેરી મિલ્કે સંપૂર્ણપણે બદલી દીધી છે.

cadbery

જાણો કેડબરી ચૉકલેટની જાહેરાતમાં શું છે?

હાલમાં જ રિલીઝ થયેલી કેડબરી ડેરી મિલ્કની નવી એડમો વીડિયો સામે આવ્યો છે. આ મીડિયામાં એઐક મહિલા ક્રિકેટ મેચ રમી રહી છે. મહિલા 99 રન પર રમી રહી છે ત્યારબાદ 100માં રન માટે મહિલા ક્રિકેટર જેવી રન મારે છે તો તે છક્કો મારે છે. આ જોઈને મેચ જોઈ રહેલ તેનો પ્રેમી સિક્યોરિટી વચ્ચેથી ભાગીને પોતાની ક્રિકેટર પ્રેમિકા પાસે જાય છે અને ડાંસ કરીને તેને કેડબરી ચૉકલેટ ખવડાવે છે અને બંને ગળે મળે છે. એડના અંતમાં હેશટેગ GoodLuckGirl લખ્યુ છે.

જાહેરાતને શેર કરીને કેડબરી ડેરી મિલ્કે પોતાના ટ્વિટર હેન્ડલ પર લખ્યુ છે, 'કેડબરી ડેરી મિલ્ક સાથે અમારી છોકરીઓ માટે ઉજવણી કરવા અને તેમનો ઉત્સાહ વધારવામાં શામેલ થાવ, જે શાનદાર સફળતાની કહાનીઓ બનાવી રહી છે અને યુવાનો માટે શક્તિશાળી રોલ મૉડલ તરીકે ઉભરી રહી છે.' આ નવી એડ જોઈને લોકો 90ના દશકની યાદો તાજી કરી રહ્યા છે. સોશિયલ મીડિયા પર લોકો કેડબરીની આ એડને ખૂબ જ શેર કરી રહ્યા છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X