CCDના માલિક વીજી સિદ્ધાર્થનું શબ નેત્રાવતી નદી પાસે મળી આવ્યુ
સીસીડીના માલિક અને પૂર્વ કેન્દ્રીય મંત્રી એસએમ કૃષ્ણાના જમાઈ વીજી સિદ્ધાર્થનું શબ મળી આવ્યુ છે.
સીસીડીના માલિક અને પૂર્વ કેન્દ્રીય મંત્રી એસએમ કૃષ્ણાના જમાઈ વીજી સિદ્ધાર્થનું શબ મળી આવ્યુ છે. તેમનુ શબ નેત્રાવતી નદી પાસે મળ્યુ છે. મેંગલુરુના પોલિસ કમિશ્નર સંદીપ પાટિલે જણાવ્યુ કે અમે શબને આજે સવારે મેળવી લીધુ છે. તેમની ઓળખ કરવાની જરૂર છે. અમે પરિવારને પહેલા જ આની સૂચના આપી દીધી છે. અમે શબને વેનલૉક હોસ્પિટલ શિફ્ટ કરી રહ્યા છે. અમે આ બાબતે આગળની તપાસ કરી રહ્યા છે. તમને જણાવી દઈએ કે વીજી સિદ્ધાર્થ સોમવારની રાતે મંગલુરુથી ગાયબ થઈ ગયા હતા. ત્યારબાદ સતત તેમની શોધ થઈ રહી હતી. સિદ્ધાર્તના કાર ડ્રાઈવરના નિવેદન અનુસાર કદાચ સિદ્ધાર્થ નેત્રાવદી નદીમાં કૂદી ગયા હતા. તેણે જણાવ્યુ કે સિદ્ધાર્થ 8 વાગે આવ્યા અને તેમને ઉલ્લાલ બ્રીજ પર લઈ જવા કહ્યુ પરંતુ રસ્તામાં તેમણે ડ્રાઈવરને મેંગલુરુ લઈ જવા કહ્યુ. તે ઉલ્લાલ પુલ પર પહોંચ્યા બાદ ત્યાં કારથી નીચે ઉતરી ગયા. સિદ્ધાર્થે પોતાના ડ્રાઈવરને કહ્યુ કે તે થોડો આગળ જઈને રોકાય. તે ચાલીને આવશે પરંતુ તે પાછા આવ્યા નહિ.

ચિઠ્ઠી આવી હતી સામે
ગાયબ થઈ ગયા બાદ વીજી સિદ્ધાર્થના એક ચિઠ્ઠી સામે આવી હતી જેમાં તેમણે રોકાણકારોની માફી માંગી હતી. બર્ ઑફ ડાયરેક્ટર્સ અને કૉફી ડે ફેમિલીને લખેલી ચિઠ્ઠીમાં વીજી સિદ્ધાર્થે કહ્યુ કે, ‘પોતાના સર્વશ્રેષ્ઠ પ્રયાસો છતાં હું એક સફળ બિઝનેસ મૉડલ બનાવવામાં નિષ્ફળ રહ્યો. મે તેને મારુ બધુ આપ્યુ પરંતુ એ લોકોને નિરાશ કર્યા જેમણે મારા પર પોતાનો ભરોસો જાળવી રાખ્યો, આ વાતનો મને પસ્તાવો છે. મે બહુ સંઘર્ષ કર્યા પરંતુ આજે મે હાર માની લીધી કારણકે એક પ્રાઈવેટ ઈક્વિટી પાર્ટનરના શેર બાયબેક કરવાનુ દબાણ નથી સહન કરી શકતો જે ટ્રાન્ઝેક્શન મે આંશિક પીતે 6 મહિના પહેલા એક દોસ્ત સાથે મૂડી ભેગી કરવા માટે કર્યુ હતુ.' સિદ્ધાર્થે પોતાના રોકાણકારોની માફી માંગી છે.

આવકવેરા વિભાગે કર્યા હેરાન
પત્રમાં તેમણે આવકવેરાના પૂર્વ ડીજી દ્વારા હેરાન કરવાનો પણ ઉલ્લેખ કર્યો છે અને લખ્યુ છે કે, ‘આવકવેરાના પૂર્વ ડીજીએ બે અલગ અલગ સમયે શેર જપ્ત કરે માઈંડટ્રી ડીલને ખતમ કરવાનો પ્રયત્ન કર્યો, મે રિટર્ન પણ ભરી દીધા હતા. આ બિલકુલ ખોટુ હતુ અને આ કારણે અમારે આર્થિક નુકશાન સહન કરવુ પડ્યુ. મારો આગ્રહ છે કે તમે લોકો મજબૂતીથી નવા મેનેજમેન્ટ સાથે બિઝનેસને આગળ વધારો, આ તમામ ભૂલો અને નાણાંકીય લેવડ-દેવડ માટે હું જ જવાબદાર છુ. મારી ટીમ, ઑડિટર્સ અને સીનિયર મેનેજમેન્ટને મારી લેવડ-દેવડ વિશે કોઈ માહિતી નથી. કાયદાએ માત્ર મને જવાબદાર ગણવો જોઈએ. આ બધા વિશે મે પરિવાર કે કોઈ અન્યને જણાવ્યુ નથી.'

આવકવેરા વિભાગની સફાઈ
વળી, આ આરોપ પર આવકવેરા વિભાગે સફાઈ આપી છે કે આવકવેરા વિભાગના એક અધિકારીએ જણાવ્યુ કે કૈફે કૉફી ડે સામે તપાસ મામલે કાયદા મુજબ જ કામ કરવામાં આવ્યુ. આરોપનો જવાબ આપતા આવકવેરા વિભાગના અધિકારીએ જણાવ્યુ કે સર્ચ કે રેડ દરમિયાન સચોટ પુરાવા મળ્યા બાદ જ પ્રોવિઝનલ અટેચમેન્ટ કરવામાં આવી હતી. વિભાગના એક સૂત્રએ જણાવ્યુ કે, ‘આ મામલે વિભાગે ન્યાયસંગત રીતે જ કાર્યવાહી કરી હતી.' તેમણે કહ્યુ કે સિદ્ધાર્થને માઈંડટ્રીના શેરો વેચવાથી 3,200 કરોડ રૂપિયા મળ્યા હતા પરંતુ તેમણે ટેક્સ તરીકે માત્ર 46 કરોડ રૂપિયા જ ચૂકવ્યા જ્યારે મિનિમમ ઑલટરનેટ ટેક્સ હેઠળ 300 કરોડ રૂપિયા ચૂકવવાના હતા.
Mangaluru Police Commissioner Sandeep Patil: We found the body early morning today. It needs to be identified, we have already informed the family members. We are shifting the body to Wenlock Hospital. We will continue further investigation. #Karnataka pic.twitter.com/bViP94Mpit
— ANI (@ANI) 31 July 2019












Click it and Unblock the Notifications
