For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પશ્ચિમ બંગાળઃ મમતાને ઝટકો, ભાજપની રથયાત્રાને કોલકત્તા હાઈકોર્ટે આપી મંજૂરી

કોલકત્તા હાઈકોર્ટે ભારતીય જનતા પાર્ટી દ્વારા પ્રસ્તાવિત રથ યાત્રાને મંજૂરી આપી દીધી છે.

|
Google Oneindia Gujarati News

કોલકત્તા હાઈકોર્ટે ભારતીય જનતા પાર્ટી દ્વારા પ્રસ્તાવિત રથ યાત્રાને મંજૂરી આપી દીધી છે. કોર્ટના ચુકાદાથી પશ્ચિમ બંગાળની મમતા સરકારને ઝટકો લાગ્યો છે. કોલકત્તા હાઈકોર્ટે ભાજપની પ્રસ્તાવિત 'ગણતંત્ર બચાવો યાત્રા' ને મંજૂરી આપીને મુખ્યમંત્રી મમતા બેનર્જીને મોટો ઝટકો આપ્યો છે. વાસ્તવમાં પશ્ચિમ બંગાળ સરકારે સાંપ્રદાયિક સૌહાર્દ બગડવાની આશંકા હેઠળ ભાજપને રથયાત્રાની મંજૂરી આપી નહોતી. ત્યારબાદ ભાજપે હાઈકોર્ટનો દરવાજો ખખડાવ્યો હતો.

mamta-amit shah

મમતા સરકારે હાઈકોર્ટમાં દલીલ કરી કે ભાજપની રથયાત્રાથી રાજ્યની શાંતિ અને સૌહાર્દ બગડી શકે છે જે અંગે તેમને ખૂફિયા રિપોર્ટથી જાણકારી મળી છે. એટલા માટે ભાજપને યાત્રાની મંજૂરી આપવામાં ન આવે. પશ્ચિમ બંગાળ સરકારની આ દલીલ કાપીને ભાજપના વકીલ એસકે કપૂરે આરોપ લગાવ્યો કે આના માટે મંજૂરી આપવાની મનાઈ કરવી પૂર્વ નિર્ધારિત છે અને તેનો કોઈ આધાર નહોતો. ભાજપે કહ્યુ કે બંગાળની સરકાર કહે છે કે તે એક રાજકીય રેલી કાઢવાનો મંજૂરી નહિ આપે.

ઉલ્લેખનીય છે કે ભાજપની ગણતંત્ર બચાવો યાત્રાની ત્રણ તારીખો પહેલેથી જ નિર્ધારિત કરી લીધી છે. આની શરૂઆત 22 ડિસેમ્બરે બિહારથી થશે. 24 ડિસેમ્બરે તે પશ્ચિમ બંગાળના દક્ષિણ પરગણા જિલ્લાના કાકદ્વીપથી થઈને 26 ડિસેમ્બરે બીરભૂમ જિલ્લાના તારપીઠથી નીકળશે. કોર્ટના ચુકાદા પર ખુશી વ્યક્ત કરતા ભાજપ નેતા કૈલાશ વિજયવર્ગીયે કહ્યુ કે અમને હંમેશાથી ન્યાય વ્યવસ્થા પર વિશ્વાસ છે. કોર્ટના ચુકાદાથી અત્યાચારી સરકારને તમાચો પડ્યો છે. તેમણે કહ્યુ કે હજુ સુધી આના પર નિર્ણય કરવામાં આવ્યો નથી પરંતુ આશા છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને પાર્ટી અધ્યક્ષ અમિત શાહ રથયાત્રામાં ભાગ લેશે.

આ પણ વાંચોઃ મહિલાઓ અંગે પીએમ નરેન્દ્ર મોદી અને અક્ષય કુમાર પર ભડકી દીયા મિર્ઝાઆ પણ વાંચોઃ મહિલાઓ અંગે પીએમ નરેન્દ્ર મોદી અને અક્ષય કુમાર પર ભડકી દીયા મિર્ઝા

English summary
Calcutta High Court gives permission for the three yatras of BJP in West Bengal
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X