સિદ્ધુથી હજી નારાજ છે કેપ્ટન? તેમના સિવાય બધા કોંગ્રેસી ધારાસભ્યોને લંચ પર બોલાવ્યા
સિદ્ધુથી હજી નારાજ છે કેપ્ટન? તેમના સિવાય બધા કોંગ્રેસી ધારાસભ્યોને લંચ પર બોલાવ્યા
પંજાબ કોંગ્રેસમાં ચાલી રહેલી મથામણ ખતમ થવાનું નામ નથી લઈ રહી. નવજોત સિંહ સિદ્ધુને પંજાબના ચીફ બનાવ્યા બાદ પણ મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહે પોતાના તેવર નરમ નથી કર્યા. મુખ્યમંત્રી અમરિંદર સિંહે 21 જુલાઈએ તમામ કોંગ્રેસી ધારાસભ્યો અને સાંસદોને લંચ પર બોલાવ્યા છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ આ લંચમાં સામેલ થવા માટે નવજોત સિંહ સિદ્ધુને આમંત્રણ પણ નથી અપાયું.

મીડિયા રિપોર્ટ્સ મુજબ કેપ્ટન અમરિંદર સિંહે 21 જુલાઈએ તમામ ધારાસભ્યોને લંચ પર બોલાવ્યા છે. અમરિંદર સિંહે પંચકૂલામાં આ લંચ આયોજિત કર્યું છે, જેમાં પાર્ટીના તમામ ધારાસભ્યો, સાંસદોને આમંત્રણ મોકલવામાં આવ્યું છે. સુત્રો મુજબ પંજાબ કોંગ્રેસના નવા-નવા અધ્યક્ષ બનેલા નવજોત સિંહ સિદ્ધુને આમંત્રણ અપાયું નથી. માનવામાં આવી રહ્યું છે કે નવજોત સિંહ સિદ્ધુને રાજ્યના અધ્યક્ષ બનાવવા પર અમરિંદર સિંહ નારાજ છે.
કેપ્ટન અમરિંદર સિંહની નારાજગી એટલી હદે છે કે તેમણે સિદ્ધુને પંજાબના અધ્યક્ષ બનવા બદલ શુભેચ્છા પણ નથી પાઠવી. અહેવાલ મુજબ કેપ્ટને સિસવાં ફાર્મ હાઉસ પર પોતાના કેટલાક નજીકના નેતાઓ સાથે બેઠક કરી છે. અગાઉ રવિવારે રાતે સિદ્ધુને પંજાબ કોંગ્રેસના અધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા. તો બીજી તરફ સિદ્ધુનો કોંગ્રેસી નેતાઓને મળવાનો સિલસિલો યથાવત છે. સોમવારે તેઓ ચંદીગઢ પહોંચીને કાર્યકારી પ્રધાન બનાવેલા કુલજીત નાગરાને મળ્યા.
એવા પણ અહેવાલ છે કે સિદ્ધુએ કેપ્ટન અમરિંદર સિંહને મળવા માટે સમય માંગ્યો છે. જેવી જ તેમને અપોઈનમેન્ટ મળી જશે તેઓ મુલાકાત કરશે. પ્રદેશ અધ્યક્ષ બનાવ્યા બાદ નવજોત સિંહ સિદ્ધુ પોતાના કામમાં વ્યસ્ત થઈ ગયા છે. તેમણે સૌથી પહેલાં ગુરુદ્વારેમાં માથું ટેક્યું, જે બાદ પોતાની નવી ટીમની મુલાકાત કરી. સોમવારે સવારે નવજોત સિંહ સિદ્ધુએ નવા વર્કિંગ પ્રેસિડેન્ટ સાથે મુલાકાત કરી. કોંગ્રેસે પંજાબમાં ચાર નવા વર્કિંગ પ્રેસિડેન્ટ બનાવ્યા છે.












Click it and Unblock the Notifications
