
મૉબ લિંચિંગ સામે પીએમ મોદીના પત્ર લખનાર સામે FIR થતા શું બોલ્યા શ્યામ બેનેગલ
થોડા મહિના પહેલા દેશના અલગ અલગ ભાગોની જે જાણીતી હસ્તીઓએ મૉબ લિંચિંગ માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ખુલ્લો પત્ર લખ્યો હતો તેમની સામે બિહારમાં કેસ નોંધવામાં આવ્યો છે. મૉબ લિંચિંગની ઘટનાઓ માટે પીએમ મોદીને ખુલ્લો પત્ર લખનાર રામચંદ્ર ગુહા, મણિરત્નમ, અપર્ણા સેન સહિત 50 લોકો સામે એફઆઈઆર નોંધવામાં આવી છે. વળી, કેસ નોંધાયા બાદ ફિલ્મકાર શ્યામ બેનેગલનું નિવેદન આવ્યુ છે.
શ્યામ બેનેગલે કહ્યુ કે આ પત્ર માત્ર એક અપીલ હતી, લોકોનો ઈરાદો જે પણ હોય, જે એફઆઈઆર સ્વીકાર કરી રહ્યા છે અને અમારા પર બધા પ્રકારના આરોપ લગાવી રહ્યા છે, આ વાતોનો કોઈ અર્થ નથી બનતો. આ પીએમને અપીલ કરતો પત્ર હતો, આ કોઈ ધમકી કે અન્ય વાત નહોતી જે શાંતિ બગાડે કે સમાજ વચ્ચે વૈમનસ્ય પેદા કરે છે. પત્રમાં કહેવામાં આવ્યુ હતુ કે મુસલમાનો, દલિતો અને અન્ય લઘુમતીઓને ભીડ દ્વારા મારી મારીને હત્યા કરવાનુ તાત્કાલિક રોકવુ જોઈએ, અસંતોષ વિના લોકતંત્ર લોકતંત્ર નથી હોતુ, જય શ્રીરામ ભડકાઉ નારો બની ગયો છે.
શ્યામ બેનેગલે કહ્યુ કે આ બાબતનો કોઈ અર્થ નથી બનતો કારણકે ભીડની હિંસાની વધતી ઘટનાઓ પર ચિંતા પ્રગટ કરતા પીએમ મોદીને લખાયેલો ખુલ્લો પત્ર માત્ર એક અપીલ હતી ના કે કોઈ ધમકી. મુઝફ્ફરપુરમાં તેમની સામે એફઆઈઆર નોંધવામાં આવી છે. સ્થાનિક વકીલ સુધીર કુમાર ઓઝા તરફથી બે મહિના પહેલા નોંધવામાં આવેલી અરજી પર મુખ્ય ન્યાયિક મેજિસ્ટ્રેટ સૂર્યકાંત તિવારીના આદેશ પર આ કેસ નોંધવામાં આવ્યો છે.
ઓઝાનો આરોપ છે કે આ હસ્તીઓએ દેશ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની છબીને કથિત રીતે બગાડી છે. પોલિસે આ બાબતે જણાવ્યુ કે આઈપીસીની સંબંધિત કલમોમાં આ કેસ નોંધવામાં આવ્યો છે. આમાં રાજદ્રોહ, ઉપદ્રવ, શાંતિ ભંગ કરવાના ઈરાદાથી ધાર્મિક ભાવનાઓને આહત કરવા સંબંધિત કલમો લગાવવામાં આવી છે.
આ પણ વાંચોઃ સેના માટે તૈયાર મેક ઈન ઈન્ડિયા બુલેટ પ્રૂફ જેકેટ, એકે 47ની ગોળીઓ પણ થશે બેઅસર