'કેશ ફોર વોટ' કાંડની ફાઇલો ખોલશે કેજરીવાલ સરકાર

Posted By:
Subscribe to Oneindia News

નવી દિલ્હી, 5 ફેબ્રુઆરી: દિલ્હી સરકારે કેશ ફોર વોટ મામલામાં અપીલ કરવાનો નિર્ણય લીધો છે. આ મામલામાં દિલ્હીની ત્રીસ હજારી કોર્ટે 22 નવેમ્બર 2013ના એક નિર્ણયમાં અમર સિંહ, સુધીન્દ્ર કુલકર્ણી, ભાજપ સાંસદ અશોક અર્ગલ અને બે પૂર્વ સાંસદો ફગ્ગન સિંહ કુલસ્તે તથા મહાવીર સિંહ ભગૌરાને આરોપમુક્ત કરી દીધા હતા. દિલ્હી સરકારના સ્થાયી વકીલ દયાન કુષ્ણને પોતાના રિપોર્ટમાં જણાવ્યું છે કે મામલાના તથ્ય અને પુરાવા ઉપરી કોર્ટમાં અપિલ કરવા માટે પૂરતા છે.

દિલ્હી સરકારના કેબિનેટ મંત્રી મનીષ સિસોદિયાએ જણાવ્યું છે કે સ્થાયી વકીલનું માનવું હતું કે કેશ ફોર વોટ મામલામાં પૂરતા પૂરાવા હોવા છતાં 6 લોકોને મુક્ત કરવામાં આવ્યા. દિલ્હી સરકાર પણ એ જ માને છે. આ મામલામાં હાઇકોર્ટ સુધી જવુ જોઇએ. આની તપાસમાં જેટલા તથ્ય હતા, તેની અનદેખી કરી શકાય નહીં.

આ મામલામાં આરોપી રહેલા અમર સિંહે કોઇ પણ ટિપ્પણી કરવાથી ઇનકાર કરી દીધો છે. તેમણં જણાવ્યું છે કે આ અંગે દિલ્હી સરકારથી પણ પૂછાવું જોઇએ. કોર્ટે નિર્ણય સંભળાવ્યો છે અને હું કોર્ટથી ઉપર નથી.

arvind kejriwal
અત્રે ઉલ્લેખનીય છે કે જુલાઇ 2008માં વિશ્વાસમત દરમિયાન ભાજપના 3 સાંસદો અશોક અર્ગલ, ફગ્ગન સિંહ કુલસ્તે, અને મહાવીર સિંહ ભગૌરાએ લગભક 1 કરોડ રૂપિયા લહેરાવ્યા હતા. તેમનો આરોપ હતો કે તેમને આ રૂપિયાની ઓફર તત્કાલીન યુપીએ સરકારને સમર્થન આપવા માટે કરવામાં આવી હતી.

આ મામલાના ખુલાસા બાદ સંસદમાં કિશોર ચંદ દેવની અધ્યક્ષતામાં સંસદીય કમિટિ ગઠિત કરવામાં આવી, જેણે પોતાના રિપોર્ટમાં સંજીવ સક્સેના, સુહેલ હિન્દુસ્તાની અને સુધીન્દ્ર કુલકર્ણીની ભૂમિકાની ઊંડાણપૂર્વક તપાસ કરવા જણાવ્યું હતું. ત્યારબાદ આ મામલાની તપાસ દિલ્હી પોલીસને સોંપવામાં આવી હતી.

English summary
In his latest challenge to Congress and BJP on the corruption front, Delhi chief minister Arvind Kejriwal is learnt to have given his nod on Tuesday to challenge the discharge order passed over two months ago in the cash-for-votes scam.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.