For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કાવેરી વિવાદનો નિવેડો લાવે જયલલિતા, શેટ્ટારઃ સુપ્રીમ કોર્ટ

|
Google Oneindia Gujarati News

નવીદિલ્હી, 26 નવેમ્બર: સર્વોચ્ચ ન્યાયાલયે સોમવારે તમિલાનડુના મુખ્યમંત્રી જે. જયલલિતા અને કર્ણાટકના મુખ્યમંત્રી જગદીશ શેટ્ટારને મુલાકાત કરી કાવેરી નદીના પાણી વિવાદમાં સૌહાર્દપૂર્ણ સમાધાન શોધવા કહ્યું છે. સર્વોચ્ચ ન્યાયાલયના ન્યાયમુર્તિ ડી કે જૈન અને ન્યાયમૂર્તિ મદન બી લોકૂરની ખંડપીઠે કહ્યું કે બન્ને મુખ્યમંત્રીઓ સૌહાર્દપૂર્ણ સમાધાન શોધવામાં ખેડુતોના હિતોને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવી જોઇએ.

અદાલતે કહ્યું કે જો બન્નેમાંથી કોઇએક અનુપસ્થિત રહેશે તો તેનાથી મુશ્કેલી થશે તેથી અમે ઇચ્છીએ છીએ કે તે સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં મુલાકાત કરે. સર્વોચ્ચ ન્યાયાલયે તમિલનાડુ તરફથી દાખલ એક યાચિકા પર સુનાવણી કરતા આ વાત કહી હતી.

આ યાચિકામાં એવી માંગ કરવામાં આવી હતી કે અદાલત પ્રધાનમંત્રી મનમોહન સિંહના નિર્દેશાનુસાર કર્માટકને દર 15 દિવસે તમિલનાડુ માટે 9 હજાર ક્યુસેક પાણી છોડવામાં આવે તેવો નિર્દેશ કરે. પ્રધાનમંત્રી દ્વારા 19 સપ્ટેમ્બરે કાવેરી નદી પ્રાધિકરણની એક બેઠકમાં આ નિર્દેશ આપ્યો હતો. કાવેરી નદીમાં તમિલનાડુ, કર્ણાટક અને કરેલ તથા સંઘશાસિત ક્ષેત્ર પોન્ડેચરી પણ સામેલ છે.

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X